IPL 2025 : પ્લેઓફમાં એન્ટ્રી સાથે જ RCBએ કરી મોટી જાહેરાત, આ ખતરનાક બોલરને ટીમમાં કર્યો સામેલ

RCB IPL Playoffs : IPL 2025માં ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ છે. 18 મેએ ગુજરાત ટાઇટન્સની દિલ્હી કેપિટલ્સ સામે જીત સાથે ત્રણ ટીમોએ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. ગુજરાત ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ છે.

IPL 2025 : પ્લેઓફમાં એન્ટ્રી સાથે જ RCBએ કરી મોટી જાહેરાત, આ ખતરનાક બોલરને ટીમમાં કર્યો સામેલ

RCB IPL Playoffs : RCB છેલ્લી 6 સીઝનમાં પાંચમી વખત નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ્યું છે. પ્લેઓફમાં પહોંચતાની સાથે જ તેણે એક મોટો નિર્ણય લીધો છે. આરસીબીએ દક્ષિણ આફ્રિકાના લુંગી ન્ગીડીના સ્થાને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીનો ટીમમાં સમાવેશ કર્યો છે. 

આ સિઝનમાં Ngidi એ RCB માટે માત્ર એક જ મેચ રમી છે. તે 11 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાવા માટે પ્લેઓફ પહેલા રવાના થશે. તેને તેની ભૂતપૂર્વ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તક મળી. તે મેચમાં લુંગી એન્ગિડીએ 3 વિકેટ લીધી હતી.

બેઝ પ્રાઈઝમાં RCB સાથે જોડાશે

મુઝારાબાની 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં RCB સાથે જોડાશે. તેણે અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વે માટે 70 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 78 વિકેટ લીધી છે. મુઝારાબાનીએ 12 ટેસ્ટ અને 55 વનડે પણ રમી છે. તે 26 મે પહેલા RCB માટે રમી શકશે નહીં.

 

Pace, bounce, and that steep angle - make him hard to score off and he’s adding all the skills to our attack! 💥🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/f2KZmFsqOc

— Royal Challengers Bengaluru (@RCBTweets) May 19, 2025

મુઝારાબાનીનું સ્વપ્ન સાકાર થશે

મુઝરાબાની ઘણા સમયથી IPLમાં રમવા માંગતો હતો. તેણે ઘણી વખત હરાજી માટે પોતાનું નામ પણ આપ્યું, પરંતુ કોઈએ તેના માટે બોલી લગાવી નહીં. હવે RCB એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જો મુઝારાબાનીને મેચમાં RCBની જર્સી પહેરવાની તક મળે, તો તે સિકંદર રઝા, રે પ્રાઇસ અને તાતેન્ડા તૈબુ પછી IPLમાં રમનાર ચોથો ઝિમ્બાબ્વેનો ખેલાડી બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news