ભારતની હારનો અસલી ગુનેગાર કોણ ? કોચ ગંભીરના રિએક્શનથી થઈ ગયું સાફ

India vs New Zealand 4th T20 : ન્યુઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને શ્રેણીમાં પોતાની પહેલી જીત નોંધાવી. આ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતની હાર પાછળનો અસલી ગુનેગાર કોણ છે.

ભારતની હારનો અસલી ગુનેગાર કોણ ? કોચ ગંભીરના રિએક્શનથી થઈ ગયું સાફ

India vs New Zealand 4th T20 : ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવીને શ્રેણીમાં પોતાની પહેલી જીત નોંધાવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું પ્રદર્શન રહ્યું. આ ઉપરાંચ આ એક ઘટના પણ મેચની બાજી પલટવામાં સૌથી મોટું કારણ રહી.

આ મેચમાં રિંકુ સિંહને ચોથા ક્રમે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. આ નિર્ણય કોચ ગૌતમ ગંભીરની રણનીતિનો ભાગ હતો. શરૂઆતમાં રિંકુએ સારી બેટિંગ કરી અને થોડા સમય માટે આ નિર્ણય સાચો સાબિત થયો, પરંતુ સેટ થયા બાદ જે રીતે તેણે પોતાની વિકેટ ગુમાવી, તેનાથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ગૌતમ ગંભીર પણ ચોંકી ગયો.

Add Zee News as a Preferred Source

કોચ ગંભીરના રિએક્શનથી થઈ ગયું સાફ

રિંકુ સિંહે 30 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેને ફોલ્કેસે LBW આઉટ કર્યો. હકીકતમાં આ બોલ વિકેટનો બોલ નહોતો. રિંકુએ મિડલ સ્ટમ્પ પર રહેલા બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો, જે મોટી ભૂલ સાબિત થયો. બોલ ચૂકી જતાં તે સીધો પેડ પર વાગ્યો અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.

આઉટ થયા બાદ રિંકુને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે પોતાની જાત પર ખૂબ ગુસ્સે હતો. આ વિકેટ ભારત માટે મહત્વના સમયે પડી હતી અને એ પછી મેચ ભારતના હાથમાંથી સરકી ગઈ. રિંકુ આઉટ થતા જ ગૌતમ ગંભીરનું રિએક્શન જોવા જેવું હતું. ખોટા સમયે ખોટો શોટ રમવાના કારણે રિંકુ આઉટ થતાં ગંભીરના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેનું આ રિએક્શન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે.

આ જ કારણ હતું કે જ્યારે રિંકુ સિંહ આઉટ થયો ત્યારે ગંભીરે જે રીતે રિએક્શન આપ્યું તે જોઈને અનુમાન લગાવી શકાય કે મેચનો અસલી ગુનેગાર કોણ હતો.

શિવમ દુબેએ શાનદાર ઇનિંગ રમી

જો કે ભારત મેચ હારી ગયું, પરંતુ શિવમ દુબેએ શાનદાર ઇનિંગ રમી. દુબેએ 23 બોલમાં 65 રન બનાવ્યા અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. આ દરમિયાન તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. તેણે માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

દુબેએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની ટીમ 18.4 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 50 રનથી મેચ હારી ગઈ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news