IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર, 6 મેદાનમાં 17 મેચ રમાશે; ફાઇનલની નવી તારીખ જાણો

New IPL 2025 Schedule: આઈપીએલ 2025ની બાકી મેચનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ફાઈનલ મુકાબલો પહેલા 25 મેએ રમાવાનો હતો, જે હવે 3 જૂને રમાશે.

IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર, 6 મેદાનમાં 17 મેચ રમાશે; ફાઇનલની નવી તારીખ જાણો

IPL 2025 New Schedule Announced: IPL 2025 નું નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બાકીની મેચો માટે 6 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. નવા શેડ્યૂલ મુજબ, હજુ 17 મેચ બાકી છે અને ફાઇનલ મેચની નવી તારીખ (IPL 2025 Final Date) પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જાહેરાત કરી છે કે બાકીની મેચો 17 મેથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 3 જૂને રમાશે.

સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી, BCCI એ 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અધૂરી મેચ થશે રદ્દ
8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પઠાણકોટમાં થયેલા હવાઈ હુમલાને કારણે, મેચ ફક્ત 10.1 ઓવર માટે રમાઈ હતી. પરંતુ હવે આ મેચ ફરી રમાશે નહીં. બંને ટીમોને 1-1 પોઈન્ટ મળવાની અપેક્ષા છે. IPL 2025 ની 17 મેચોનું શેડ્યૂલ આવી ગયું છે.

ફાઇનલ 3 જૂને યોજાશે
IPL 2025 ની ફાઇનલ મેચ 25 જૂને રમવાની હતી, પરંતુ ભારત-પાકિસ્તાન તણાવને કારણે, શેડ્યૂલ ખોરવાઈ ગયું છે. બાકીના 17 મેચ 6 સ્થળોએ રમાશે. ફાઇનલ મેચ પાછી ઠેલાઈ છે અને હવે ટાઇટલ જંગ 3 જૂને જોવા મળશે. નોકઆઉટ મેચ 29 મેથી રમાશે.

ક્યારે શરૂ થશે પ્લેઓફ મુકાબલા?
ઓરિજનલ શેડ્યૂલ પ્રમાણે પ્લેઓફ સ્ટેજ 20 મેથી શરૂ થવાનું હતું. હવે નવા કાર્યક્રમ પ્રમાણે પ્લેઓફ 29 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર 29 મેએ રમાશે. એલિમિનેટર મેચ 30 મે, બીજી ક્વોલિફાયર 1 જૂન અને ફાઈનલ મેચ 3 જૂને રમાશે. પ્લેઓફના સ્થળની જાહેરાત હવે કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news