રિંકુ સિંહે ખુબ ખરાબ રીતે વિરાટ કોહલીને કર્યો ઈગ્નોર! વાયરલ VIDEOથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
શનિવારે ઈડન ગાર્ડનમાં ઓપનિંગ સેરેમની દરમિયાન કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ક્રિકેટર રિંકુ સિંહે ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની ખરાબ રીતે અવગણના કરી હતી.
Trending Photos
મેગાસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાને શનિવારે ઈડન ગાર્ડન્સ ખાતે આઈપીએલ 2025ના ઉદઘાટન સમારોહ દરમિયાન આ પ્રસંગે હાજરી આપી હતી. શાહરૂખ ખાને પોતાના વિસ્ફોટક સ્ટેજ પરફોર્મન્સથી સમગ્ર દર્શકોને નાચવા માટે મજબૂર કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે IPL 2025માં જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. IPL 2025 ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ઈડન ગાર્ડન્સ મેદાન પર 22 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું.
રિંકુ સિંહે ખરાબ રીતે વિરાટ કોહલીની અવગણના કરી!
શનિવારે ઈડન ગાર્ડનમાં ઓપનિંગ સેરેમની દરમિયાન કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ક્રિકેટર રિંકુ સિંહે ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની ખરાબ રીતે અવગણના કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ એકાએક સનસનાટી મચી ગઈ હતી. વાસ્તવમાં, શાહરૂખ ખાને સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન વિરાટ કોહલી અને રિંકુ સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા.
આ Videoએ અચાનક જ મચાવી દીધી સનસનાટી
શાહરૂખ ખાને સૌપ્રથમ વિરાટ કોહલીને સ્ટેજ પર બોલાવ્યો અને ક્રાઉડે 'કોહલી-કોહલી'ના નારા લગાવ્યા. શાહરૂખે ફરી રિંકુ સિંહને પોતાની પાસે બોલાવ્યો. જ્યારે રિંકુ સિંહ સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તેણે પહેલા શાહરૂખ ખાન સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ જ્યારે વિરાટ કોહલી તેની સાથે હાથ મિલાવવા આગળ આવ્યો ત્યારે તેણે તેને અવગણીને આગળ વધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે.
Rinku Singh rejects to shake hands with Virat.
Virat waits to greet him, but Rinku doesn't even bother. Stay humble man 🤡 pic.twitter.com/y6HZ57gCO1
— Messi is the G.O.A.T (@Nobody_10__) March 22, 2025
Rinku singh ignored Virat Kohli 💔 pic.twitter.com/qg1IAvXKOU
— Ankit Sheoran (@sheoranankit_) March 22, 2025
Lmao Rinku Singh really ignored Virat Kohli here.😭😭😭 pic.twitter.com/kLhakGp6Rd
— ANSHUMAN🚩 (@AvengerReturns) March 22, 2025
Rinku Singh ignored Virat Kohli like ........😂 pic.twitter.com/Y7oRBidq6h
— Imsajal45 (@Sajalsinha0264) March 22, 2025
વિરાટ કોહલીએ રમી વિસ્ફોટક ઈનિંગ
વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 30 બોલમાં અડધી સદી ફટકારીને IPL 2025ની શાનદાર શરૂઆત કરી છે. વિરાટ કોહલીએ 36 બોલમાં અણનમ 59 રન બનાવ્યા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને માત્ર 16.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ઈડન ગાર્ડન્સ ખાતે 22 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું. કૃણાલ પંડ્યા અને જોશ હેઝલવુડના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ વિરાટ કોહલી (અણનમ 59) અને ફિલ સોલ્ટ (56)ની આક્રમક બેટિંગથી જીત મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે