ગુજરાતી ન્યૂઝSportsમુંબઈ સામેની મેચમાં લખનૌને આ ભૂલ પડી ભારે...રિષભ પંત સહિત સમગ્ર ટીમને મળી સજા

મુંબઈ સામેની મેચમાં લખનૌને આ ભૂલ પડી ભારે...રિષભ પંત સહિત સમગ્ર ટીમને મળી સજા

MI vs LSG : વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રિષભ પંતની ટીમે એક ભૂલ કરી હતી. તેની સજા કેપ્ટન સહિત સમગ્ર ટીમને મળી છે. હારના દુ:ખ વચ્ચે ટીમ સામે આ કાર્યવાહી થઈ છે.
 

મુંબઈ સામેની મેચમાં લખનૌને આ ભૂલ પડી ભારે...રિષભ પંત સહિત સમગ્ર ટીમને મળી સજા

MI vs LSG : IPL 2025ની 45મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ લખનૌને 54 રને હરાવ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સ આ મેચમાં ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી, જેના માટે કેપ્ટન પંત સહિત સમગ્ર ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.

પંત પર 24 લાખનો દંડ

Add Zee News as a Preferred Source

ઋષભ પંતને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે દોષિત ઠરવા બદલ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં પંતનો આ બીજો ગુનો હતો. આ મહિનાની શરૂઆતમાં, લખનૌના એકાના સ્ટેડિયમમાં મુંબઈ સામે ધીમી ઓવર રેટ બદલ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય ખેલાડીઓ પર પણ કાર્યવાહી

આઇપીએલએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આઇપીએલ આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ આ સિઝનમાં આ તેની ટીમનો બીજો ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોથી સંબંધિત છે, પંતને રૂપિયા 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે." ઈમ્પેક્ટ પ્લેયર સહિત બાકીની પ્લેઈંગ ઈલેવનને 6 લાખ રૂપિયા અથવા તેની સંબંધિત મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવશે.'

રાજસ્થાન રોયલ્સ બાદ લખનૌ સુપર જાયન્ટ્સ સિઝનની બીજી ટીમ બની હતી જેને બે વખત દંડ ફટકારવામાં આવ્યો હતો. માર્ચમાં, રિયાન પરાગને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેના પ્રથમ સ્લો ઓવર રેટના ગુના બદલ રૂપિયા 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પછી 9 એપ્રિલે શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સામેની મેચ બાદ ટીમના નિયમિત કેપ્ટન સંજુ સેમસનને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પંતનું બેટ ચાલી રહ્યું નથી

ચાહકોને આશા હતી કે વાનખેડેમાં પંતનું શાંત બેટ ગર્જશે, પરંતુ અહીં પણ આ સ્ટારે નિરાશ કર્યા. અત્યાર સુધી 10 મેચોમાં આ બેટ્સમેને 12.22ની એવરેજ અને 98.21ના સ્ટ્રાઈક રેટથી માત્ર 110 રન જ બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 63 રન છે. જો સુપર જાયન્ટ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે બાકીની મેચોમાં સતત જીત નોંધાવવી પડશે. MI સામે હાર્યા બાદ લખનૌ 10 માંથી 5 જીત અને -0.325 નેટ રન રેટ સાથે 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news