ગુજરાતી ન્યૂઝSportsIND vs ENG 1st Test: અમારી કોશિશ રહેશે કે..., અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પંતે આપ્યું ભાવુક નિવેદન

IND vs ENG 1st Test: 'અમારી કોશિશ રહેશે કે...', અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પંતે આપ્યું ભાવુક નિવેદન

Rishabh Pant Press Conference: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા વાઈસ કેપ્ટન ઋષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી જ્યાં તેમણે અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જાણો આ વિશે તેમણે શું જણાવ્યું?.

IND vs ENG 1st Test: 'અમારી કોશિશ રહેશે કે...', અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પંતે આપ્યું ભાવુક નિવેદન

IND vs ENG 1st Test: વાઈસ-કેપ્ટન ઋષભ પંતે 20 જૂનથી લીડ્સમાં શરૂ થનારી ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. પંતે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તેમના મનમાં હંમેશાં રહેશે અને તેઓ તેમના પ્રદર્શનથી દેશવાસીઓને ખુશ કરવાનો પ્રયાસ કરશે. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના માત્ર 2 મિનિટ પછી ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો સહિત કુલ 274 લોકો મૃત્યુ પામ્યા હતા.

Add Zee News as a Preferred Source

રિષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા વાઇસ-કેપ્ટન રિષભ પંતે કહ્યું, "અમદાવાદમાં જે કંઈ થયું, તેનાથી આખું ભારત દુઃખી છે. પરંતુ અમે અમારી તરફથી એ જ કોશિશ કરી શકીએ છીએ કે ભારતને ફરીથી ખુશ કરી શકીએ" તેમણે વચન આપ્યું કે અમારી ટીમ જીત માટે પોતાનું સર્વસ્વ આપી દેશે.

પંતે કહ્યું, "વિમાન દુર્ઘટનામાં જે બન્યું તેના કારણે લોકો ઘણી લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા હશે. અમે ભારત માટે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું જેથી અમે તેમને ફરીથી કેવી રીતે ખુશ કરી શકીએ અને આ હંમેશા એક વધારાની જવાબદારી હોય છે."

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. 5 મેચની શ્રેણીની આ પહેલી ટેસ્ટ 20 જૂનથી શરૂ થશે. પંતે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું, "તમે દેશવાસીઓને હંમેશા ખુશ કરવા માંગો છો, પરંતુ એક ક્રિકેટર તરીકે આ હંમેશા શક્ય નથી. હા, હું મારા તરફથી વચન આપી શકું છું કે અમે અમારા પ્રદર્શનમાં કોઈ કસર છોડીશું નહીં, અમે 200 ટકા આપીશું જેથી અમે દેશવાસીઓને ખુશ કરી શકીએ."

ભારતના સંભવિત 11 
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ વિગતો
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પહેલી ટેસ્ટ મેચનું ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર થશે. 20 જૂનથી શરૂ થનારી પહેલી ટેસ્ટ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે થશે. મેચ દરરોજ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news