દક્ષિણ આફ્રિકા સિરીઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર, ફરી ઈજાગ્રસ્ત થયો આ ખતરનાક ખેલાડી
Rishabh Pant Injured : દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત દક્ષિણ આફ્રિકા A સામેની મેચ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
Trending Photos
)
Rishabh Pant Injured : દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર વિકેટકીપર રિષભ પંત ફરી ઈજાગ્રસ્ત થયો છે. દક્ષિણ આફ્રિકા A સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પંત એક નહીં, પરંતુ ત્રણ વાર ઈજાગ્રસ્ત થયો હતો.
પહેલા પંતના માથા પર બોલ વાગ્યો, પછી તેની કોણી પર અને ત્રીજી વાર તેના પેટ પર બોલ વાગ્યો, જેના કારણે તેને મેદાન છોડવાની ફરજ પડી. પંત તાજેતરમાં ઈજામાંથી સ્વસ્થ થયા પછી ટીમમાં પાછો ફર્યો છે.
ઈંગ્લેન્ડ સામે થયેલી ઈજામાંથી સ્વસ્થ થયા પછી પંત તાજેતરમાં મેદાનમાં પાછો ફર્યો હતો. જો કે, ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે પંત ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. દક્ષિણ આફ્રિકા A સામે ચાલી રહેલી મેચમાં પંતને આ ઈજા થઈ હતી.
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
ભારતીય વિકેટકીપર-બેટ્સમેનને એક નહીં, પરંતુ ત્રણવાર બોલ વાગ્યો હતો, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. પહેલો બોલ પંતના માથા પર વાગ્યો હતો, જ્યારે તે પાછળનો શોટ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ એક બોલ રિષભની કોણી પર વાગ્યો અને ત્રીજી વાર બોલ તેના પેટ અને હાથમાં ખૂબ જ જોરથી વાગ્યો. પંત મેદાનમાં પીડામાં દેખાયો અને ફિઝિયો સાથે વાત કર્યા પછી બહાર નીકળવાનો નિર્ણય લીધો. પંતની ઈજાની ગંભીરતા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ તેનાથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન ચોક્કસ વધ્યું છે.
દક્ષિણ આફ્રિકા સામે વાપસી
રિષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. દક્ષિણ આફ્રિકા A સામેની પ્રથમ બિનસત્તાવાર મેચમાં પંતનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું, તેણે બીજી ઇનિંગમાં જોરદાર 90 રન બનાવ્યા હતા. પંત છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પીડાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














