)
LSG vs MI : IPL 2025ની 16મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં LSGએ MIને 12 રને હરાવ્યું હતું. લખનૌ તરફથી રમતા યુવા લેગ સ્પિનર દિગ્વેશ રાઠીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 21 રન આપ્યા અને નમન ધીરના રૂપમાં મહત્વની વિકેટ પણ લીધી. મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન રિષભ પંત તેના ટ્રાન્સલેટર તરીકે દિગ્વેશ રાઠી સાથે આવ્યો હતો. રાઠીને અંગ્રેજી બહુ સારી રીતે આવડતું નથી. તેથી પંતે તેની મદદ કરી હતી.
ટ્રાન્સલેટર રિષભ પંતે રાઠીને શું કહ્યું ?
રિષભ પંત મેચ પછીના પ્રેઝન્ટેશનમાં અંગ્રેજીમાં પ્રશ્ન સાંભળ્યા પછી દિગ્વેશ રાઠીને સમજાવી રહ્યો હતો અને પછી દિગ્વેશનો જવાબ સાંભળ્યા પછી, તે કોમેન્ટેટરને અંગ્રેજીમાં સમજાવી રહ્યો હતો. અંતે જ્યારે કોમેન્ટેટર રિષભ પંતને તેમના વતી દિગ્વેશ રાઠીના વખાણ કરવા કહ્યું, ત્યારે પંતે દિગ્વેશને હિન્દીમાં કહ્યું, 'બહુત તગડા કરા.' આ પહેલા પણ ફની અંદાજમાં પંતે ટ્રાન્સલેટર તરીકે કોમેન્ટેટરનો મેસેજ દિગ્વેશને અને દિગ્વેશનો મેસેજ કોમેન્ટેટર સુધી પહોંચાડ્યો હતો.
શેન વોટસને દિગ્વેશ રાઠીની પ્રશંસા કરી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિન બોલર દિગ્વેશ રાઠીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે શુક્રવારે લખનૌમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં દિગ્વેશે ખૂબ જ ઈકોનોમિક બોલિંગ કરી અને તેની ટીમને 12 રને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી.
લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી દિગ્વેશ એકમાત્ર એવો બોલર હતો જેનો ઈકોનોમી રેટ 6થી નીચે હતો. જ્યારે શાર્દુલ ઠાકુર, આકાશ દીપ અને રવિ બિશ્નોઈ જેવા અનુભવી બોલરોએ પોતપોતાની ચાર ઓવરમાં 40 કે તેથી વધુ રન આપ્યા હતા.