નવી દિલ્હીઃ ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ દિલ્હીમાં ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતરેશી. અહીં કેપ્ટન રોહિત શર્માની નજર ન માત્ર જીત પર હશે, પરંતુ વિરાટ કોહલીને પાછળ છોડવા પર પણ હશે. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં હાલ વિરાટ ટોપ પર છે, જ્યારે રોહિત બીજા સ્થાન પર છે. દિલ્હી મેચમાં જો તે 7 રન બનાવે તો રોહિતની બરાબર પહોંચી જશે, જ્યારે 8મો રન બનાવતા રેકોર્ડ પોતાના નામે કરી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીના નામે અત્યારે 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2450 રન છે રોહિતના નામે 98 મેચોમાં 2343 રન છે. ત્રીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલનું નામ છે, જેણે 79 મેચોમાં 2285 રન બનાવ્યા છે. તો પાકિસ્તાનના શોએબ મલિકે 111 મેચોમાં 2263 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં પાંચમાં નંબર પર ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ છે, જેના નામે 71 મેચોમાં 2140 રન છે. 


રોહિતના નામે સૌથી વધુ 4 સદી
કોહલીએ પોતાના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરમાં 22 અડધી સદી ફટકારી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં તે કોઈ સદી ફટકારી શક્યો નથી. રોહિતે આ ફોર્મેટમાં સૌથી વધુ ચાર સદી ફટકારી છે. તેના નામે 17 અડધી સદી પણ છે. તો માર્ટિન ગુપ્ટિલે 2 સદી ફટકારી છે. 


SA સિરીઝમાં આગળ નિકળ્યો હતો વિરાટ
ઉલ્લેખનીય છે કે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પહેલા રોહિતના નામે હતો, પરંતુ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં વિરાટે પોતાના સાથી ક્રિકેટરને પાછળ છોડી દીધો હતો. હવે વિરાટ આરામમાં છે તો રોહિતની પાસે તેનાથી આગળ નિકળવાની તક છે.