)
Rohit Sharma Son Viral Video : ભારતીય ટીમના કેપ્ટન અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની ટીમ આ વખતે IPL 2025માં હજુ સુધી કંઈ ખાસ કરી શકી નથી. ત્યારે રોહિત શર્મા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં છે. રોહિત શર્માના પુત્ર અહાનની પ્રથમ ઝલક સામે આવી છે. જે બાદ તેના પુત્ર અહાનની સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. સોશિયલ મીડિયા પર રોહિત શર્માના પુત્ર અહાનનો વીડિયો જોયા બાદ ફેન્સ રોહિત શર્માના પુત્ર વિશે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રોહિત શર્માના પુત્ર અહાનની પ્રથમ ઝલક આવી સામે
રોહિત શર્માના ઘરે ગયા વર્ષે નવેમ્બર 2024માં પુત્રનો જન્મ થયો હતો. રોહિત શર્મા અને રિતિકાએ તેમના પુત્રનું નામ અહાન રાખ્યું, જેના વિશે તેમણે સોશિયલ મીડિયા પર ચાહકોને જાણ કરી હતી. થોડા સમય પહેલા રોહિત શર્માના પુત્ર અહાનની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તે તેના પિતા રોહિત શર્માના ખોળામાં જોવા મળ્યો હતો. ત્યારે હવે અહાન તેની માતા રીતિકાના ખોળામાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અહાનનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ રોહિત શર્માના ચાહકો તેના પુત્રની તુલના તેની સાથે કરવા લાગ્યા છે. અહાન તેના પિતા જેવો જ દેખાય છે. ક્યૂટનેસથી ભરપૂર અને જુનિયર રોહિત શર્માને તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
જ્યારે રોહિત શર્મા તેની પુત્રી સમાયરાનો હાથ પકડીને જતો જોવા મળ્યો હતો. અન્ય ક્રિકેટરોની જેમ રોહિત શર્માનો પરિવાર પણ તેની દરેક મેચનો આનંદ માણવા સ્ટેડિયમમાં હાજર રહે છે.