રોનાલ્ડો એક વર્ષમાં કમાશે 1800 કરોડ, ભારતના સૌથી મોંઘા ક્રિકેટરને આટલા રૂપિયા કમાતા લાગશે 150 વર્ષ
પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ખેલ જગતની સૌથી મોટી ડીલ સાઇન કરી છે. આ ડીલને સાઇન કરવા પર રોનાલ્ડોને દર વર્ષે 1800 કરોડ રૂપિયાની કમાણી થશે.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી જાણીતો ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર પોતાની કમાણીના કારણે ચર્ચામાં આવ્યા છે. રોનાલ્ડો યુરોપની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડીને સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસ્ત્રામાં જોડાયો. રોનાલ્ડો અને અલ નાસ્ત્રા વચ્ચેની ડીલને રમતગમતની દુનિયાની સૌથી મોંઘી ડીલ તરીકે જોવામાં આવી રહી છે. આ સાથે ફરી ચર્ચા શરૂ થઈ છે કે કમાણીની બાબતમાં ફૂટબોલ જેવી રમતની સામે ક્રિકેટ ક્યાંય ઊભું નથી.
રોનાલ્ડોને સાઉદી અરેબિયાની ક્લબ અલ નસ્ત્રા તરફથી રમવા માટે દર વર્ષે 1800 કરોડ રૂપિયા મળશે. પરંતુ વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીને આટલા પૈસા કમાવવા માટે લગભગ 150 વર્ષ સુધી ક્રિકેટ રમવું પડશે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ દુનિયાભરમાં ગમે તેટલું લોકપ્રિય થઈ ગયું હોય, તેને ફૂટબોલની બરાબરી પર ઊભું થવા માટે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.
આ પણ વાંચોઃ Rishabh Pant Update: રિષભ પંતનું થશે આ મોટુ ઓપરેશન, સામે આવી ચોંકાવનારી માહિતી
રોહિત શર્મા, એમએસ ધોની, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા તે ખેલાડી છે જે અત્યાર સુધી આઈપીએલની પહેલી સીઝનથી લઈને સતત રમતા આવ્યા છે. કમાણીના મામલામાં રોહિત શર્મા સૌથી આગળ છે. આઈપીએલની 15 સીઝન રમીને રોહિત શર્માએ 178 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની એવરેજ કાઢવામાં આવે તો રોહિત શર્માને દર વર્ષે આઈપીએલ રમવા પર આશરે 12 કરોડની કમાણી થાય છે. તેથી રોહિત શર્માએ 1800 કરોડ રૂપિયાની કમાણી કરવા માટે 150 વર્ષ સુધી આઈપીએલ રમવી પડશે.
ક્રિકેટથી ખુબ આગળ છે ફુટબોલની દુનિયા
બાકી ખેલાડીઓની વાત કરીએ તો ધોનીએ આઈપીએલની 15 સીઝન રમીને 176 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો વિરાટ કોહલી આઈપીએલની 15 સીઝન રમીને 173 કરોડ રૂપિયાની કમાણી કરી ચુક્યો છે. રવીન્દ્ર જાડેજાએ આઈપીએલમાંથી 109 કરોડની કમાણી કરી છે. માત્ર સાત ખેલાડી એવા છે, જેણે આઈપીએલમાંથી 100 કરોડથી વધુની કમાણી કરી છે.
આ પણ વાંચો- INDvsSL: બીજી T20 મેચની Playing 11 માં હાર્દિક કરશે ફેરફાર? આ પ્લેયર્સ પર લટકી તલવાર
તેનાથી એક વાત સ્પષ્ટ છે કે કોઈપણ ક્રિકેટર પોતાના કરિયરમાં એટલી કમાણી કરી શકતો નથી જેટલી રોનાલ્ડો મેસ્સી જેવા ખેલાડી એક વર્ષમાં કોઈ ક્લબની સાથે કરાર કરી કમાઈ છે. આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડીને 18 કરોડ રૂપિયા મળે છે. તે ખેલાડીએ પણ રોનાલ્ડોની એક વર્ષની કમાણીની બરોબરી કરવા માટે 100 વર્ષ સુધી આઈપીએલ ટૂર્નામેન્ટ રમવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube