VIDEO: એક ચાહકે રોઝ ટેલરને અચાનક પકડાવી દીધુ સેન્ડ પેપર, પછી જુઓ શું થયું

ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે.

VIDEO: એક ચાહકે રોઝ ટેલરને અચાનક પકડાવી દીધુ સેન્ડ પેપર, પછી જુઓ શું થયું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. ખાસ કરીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જ્યારેથી પોતાના બે મહત્વના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડિવિડ વોર્નર પર એક એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે ત્યારબાદથી દરેક ક્રિકેટર એકદમ સતર્ક બની ગયો છે. દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી કેમરન બેનક્રોફ્ટ બોલ પર સેન્ડપેપર ઘસતા પકડાયો હતો.

આવામાં કોઈ પણ ક્રિકેટર સેન્ડ પેપરથી અંતર જાળવે તે સ્વાભાવિક છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ચાલી રહેલી મેચ દરમિયાન એક બનાવ બન્યો. બંને ટીમો વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં મેચ રમાઈ રહી છે. આ દરમિયાન બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહેલા ન્યૂઝિલેન્ડના ખેલાડી રોઝ ટેલર પાસે તેના ફેન્સે ઓટોગ્રાફ માંગ્યા. ટેલર બધાને ઓટોગ્રાફ આપવા લાગ્યો. તે વખતે એક ચાહકે ઓટોગ્રાફ માટે સેન્ડ પેપર પકડાવી દીધુ.

રોઝ ટેલરે સેન્ડ પેપર  પર ઓટોગ્રાફ તો આપી દીધો પરંતુ જેવો તેને અહેસાસ થયો કે તરત તેણે ફેકી દીધો અને ફીલ્ડિંગ કરવા જતો રહ્યો. આ વીડિયો જેવો સામે આવ્યો  કે વાઈરલ થવાનો શરૂ થઈ ગયો.

— England's Barmy Army (@TheBarmyArmy) March 30, 2018

આ અગાઉ ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉદી (60-5)એ પોતાની ઉત્કૃષ્ટ બોલિંગ દ્વારા હેગ્લે ઓવલ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈંગ્લેન્ડને બેકફૂટ  પર ધકેલી દીધું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડે પહેલા દિવસનો ખેલ પૂરો થયો ત્યાં સુધી 290 રન પર આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

સીરિઝ અગાઉ બેટ્સમેનો બાદ બોલરોના પ્રદર્શનોના દમ પર ન્યૂઝિલેન્ડે ટેસ્ટ મેચના છેલ્લા દિવસે સોમવારે ઈંગ્લેન્ડની એક દાવ અને 49 રનથી હરાવી દીધું. વરસાદના કારણે વિધ્ન પડવાથી કિમી ટીમે ઈંગ્લેન્ડને પહેલા દાવમાં ફક્ત 58 રને સમેટી દીધુ હતું અને પહેલો દાવ આઠ વિકેટના નુકસાન પર 427 રન પર જાહેર કર્યો હતો. બીજા દાવમાં કિવી ટીમના બોલરોએ મહેમાન ટીમના બેટ્સમેનોની ટેસ્ટ ડ્રો કરાવવાની કોશિશો પર પાણી ફેરવી દીધું અને તને 320 રનો પર ઓલઆઉટ કરીને જીત મેળવી લીધી.

— England's Barmy Army (@TheBarmyArmy) March 30, 2018

મેચ દરમિયાન કેટલાક ક્રિકેટ પ્રશંસકોએ ઓસ્ટ્રેલિયાની ટીમની મજાક ઉડાવવાની પણ કોશિશ કરી હતી. કેટલાક પ્રશંસકો મેદાન પર એક હાથમાં બોલ અને બીજા હાથમાં સેન્ડ પેપર લઈને પહોંચી ગયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news