ગુજરાતી ન્યૂઝSportsIPL 2025 વચ્ચે વિવાદોમાં RCB, હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો; ટ્રેવિસ હેડે કરી દીધો કાંડ

IPL 2025 વચ્ચે વિવાદોમાં RCB, હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો; ટ્રેવિસ હેડે કરી દીધો 'કાંડ'

RCB: IPL 2025માં RCBની ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ મેદાનની બહાર મોટો હોબાળો મચી ગયો છે. ઉબેરની જાહેરાતને લઈ RCB દિલ્હી હાઈકોર્ટ પહોંચી છે. IPLની ટીમ RCBએ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

IPL 2025 વચ્ચે વિવાદોમાં RCB, હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો; ટ્રેવિસ હેડે કરી દીધો 'કાંડ'

RCB: આઈપીએલ 2025માં આરસીબી ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ મેદાનની બહાર એક મોટો હોબાળો મચી ગયો છે. RCBએ ઉબેરની જાહેરાત અંગે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે. IPL ટીમ RCB એ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. RCBએ Uber પર YouTube જાહેરાતમાં તેના ટ્રેડમાર્કનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

ફસાયો હૈદરાબાદનો ટ્રેવિસ હેડ 
ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની વચગાળાની અરજી પર બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે દાવો દાખલ કર્યો હતો કે, ઉબેર મોટોની યુટ્યુબ જાહેરાત તેના ટ્રેડમાર્કનું અપાન કરે છે.

Add Zee News as a Preferred Source

શું છે શીર્ષક?
આ જાહેરાતનું શીર્ષક 'Baddies in Bengaluru ft. Travis Head' છે. આરસીબીએ કહ્યું કે, વીડિયોમાં મુખ્ય પાત્ર સનરાઇઝર્સ હૈદરાબાદના ક્રિકેટર હેડે તેના ટ્રેડમાર્કનું અપમાન કર્યું છે. જો કે, હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

RCBનું શાનદાર પ્રદર્શન
RCB ટીમ IPL 2025 માં પ્લેઓફમાં પહોંચવા માટે એક મજબૂત દાવેદાર છે. આ ટીમે મેગા સીઝનની શાનદાર શરૂઆત કરી. ટીમે 6 માંથી 4 મેચ જીતી છે, ટીમનો રન રેટ પણ શાનદાર છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં સતત ટોપ-3 માં રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news