ગજબ ! T20 ક્રિકેટમાં ક્યારેય 0 પર આઉટ થયો નથી આ ભારતીય બેટ્સમેન, IPLમાં મચાવી રહ્યો છે ધૂમ

Unique Cricket Records : IPLને યુવાઓની લીગ કહેવામાં આવે છે, દર વર્ષે આ લીગમાંથી ઘણા અસાધારણ ખેલાડીઓ બહાર આવે છે. આ વખતે આ 23 વર્ષીય બેટ્સમેન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, જેણે T20 ક્રિકેટમાં પોતાના નામે એક અનોખી સિદ્ધિ મેળવી છે.

ગજબ ! T20 ક્રિકેટમાં ક્યારેય 0 પર આઉટ થયો નથી આ ભારતીય બેટ્સમેન, IPLમાં મચાવી રહ્યો છે ધૂમ

Unique Cricket Records : IPLની દર સિઝનમાંથી એવા ઘણા યુવા ખેલાડીઓ ઉભરી આવે છે, જે આગળ જતાં મોટા ખેલાડીઓ બને છે. ત્યારે આ આ વખતે પણ આવો જ એક 23 વર્ષીય યુવા બેટ્સમેન ઘણો ચર્ચામાં છે. આ યુવા ખેલાડીએ T20 ક્રિકેટમાં એક એવી સિદ્ધિ મેળવી છે જે અત્યાર સુધી કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. આ ખેલાડી આઈપીએલમાં પણ પોતાની છાપ છોડી રહ્યો છે.

અમે વાત કરી રહ્યા છીએ 23 વર્ષીય બેટ્સમેન સાઈ સુદર્શન વિશે, જેણે 18 મેના રોજ 108 રનની અણનમ ઇનિંગ રમીને ફરી એકવાર પોતાની છાપ છોડી છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સાઈ સુદર્શન ટોપ પર છે. તેણે દિલ્હી સામેની મેચમાં 108 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને શાનદાર વિજય અપાવ્યો. ગુજરાતે 200 રનના ટાર્ગેટનો પીછો કરતા વિના વિકેટે મેચ જીતીને ઇતિહાસ રચ્યો એટલું જ નહીં સુદર્શને એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો.

આવું કરનાર પ્રથમ બેટ્સમેન

સાઈ સુદર્શને ટી20 ક્રિકેટમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા. આશ્ચર્યજનક રીતે, તેણે હજુ સુધી શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી નથી. સુદર્શન આઉટ થયા વિના આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો. IPLની આ સિઝનમાં, તેણે 5 અર્ધશતક અને 1 સદી ફટકારી છે, સુદર્શને 12 મેચમાં 617 રન બનાવ્યા છે. તેણે IPLના ઇતિહાસમાં બીજી સદી ફટકારી.

ટીમ ઈન્ડિયામાં ટૂંક સમયમાં એન્ટ્રી થઈ શકે છે

IPL 2025ની દરેક મેચમાં સુદર્શન કેપ્ટન શુભમન ગિલ સાથે શાનદાર પાર્ટનરશિપ કરતો જોવા મળ્યો છે. આ અતૂટ પાર્ટનરશિપને કારણે ગુજરાત ટાઇટન્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે અને પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ આ વખતે ટાઇટલ જીતવામાં સફળ થાય છે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news