સંજુ સેમસને ટીમ છોડી કે કાઢવામાં આવ્યો ? રાજસ્થાન રોયલ્સે કર્યો ખુલાસો

રાજસ્થાન રોયલ્સ ટીમે સંજુ સેમસન અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR)ના માલિક મનોજ બડાલેએ ખુલાસો કર્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સંજુએ પોતે ટીમ છોડી છે કે તેની ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. 

સંજુ સેમસને ટીમ છોડી કે કાઢવામાં આવ્યો ? રાજસ્થાન રોયલ્સે કર્યો ખુલાસો

સંજુ સેમસનને ઓલરાઉન્ડર સેમ કરન અને રવિન્દ્ર જાડેજાના બદલામાં IPL 2026 સીઝન માટે રાજસ્થાન રોયલ્સ (RR)માંથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં ટ્રેડ આવ્યો છે. હવે રાજસ્થાન રોયલ્સ (RR)ના માલિક મનોજ બડાલેએ ખુલાસો કર્યો છે કે સંજુ સેમસન પહેલા IPL 2025ના મધ્યમાં ફ્રેન્ચાઇઝ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 

સંજુ સેમસને ટીમ છોડી કે કાઢવામાં આવ્યો ? 

Add Zee News as a Preferred Source

મનોજ બડાલેએ રાજસ્થાન રોયલ્સ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરાયેલા એક વિડીયોમાં આ ખુલાસો કર્યો હતો. મનોજ બડાલેએ કહ્યું, "આ વર્ષે કે ગયા વર્ષે સંજુએ પહેલીવાર આગળ વધવા વિશે વાત કરી હતી, કદાચ કોલકાતામાં સીઝનના અંતે વાત કરી હતી. મેચ પછી અમારી એક મીટિંગ થઈ હતી. તે ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. તે વ્યક્તિગત અને ભાવનાત્મક રીતે ખૂબ થાકી ગયો હતો. તે રાજસ્થાન રોયલ્સ વિશે ખૂબ ચિંતિત છે અને મને લાગે છે કે 18 વર્ષમાં અમારી સૌથી ખરાબ સિઝને તેને ખૂબ જ નિરાશ કર્યો છે."

IPL 2025માં રાજસ્થાન રોયલ્સ ટીમ નવમા સ્થાને રહી

સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સ IPL 2022ની ફાઇનલમાં પહોંચી હતી. IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે પરાજય થયો હતો. જોકે, IPL 2025 સીઝન સંજુ સેમસન માટે વધુ પડકારજનક સાબિત થઈ. સાઈડ સ્ટ્રેનને કારણે સંજુ સેમસન IPL 2025ની પાંચ મેચ ચૂકી ગયો. ત્યારબાદ સંજુ સેમસનના સ્થાને રિયાન પરાગને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. IPL 2025માં, રાજસ્થાન રોયલ્સ ચાર જીત સાથે નવમા સ્થાને રહ્યું.

2021માં સંજુ સેમસનને કેપ્ટન બનાવવો એક જોખમી પગલું હતું

મનોજ બડાલે 11 IPL સીઝન માટે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી પ્રત્યે સંજુ સેમસનના સમર્પણની પ્રશંસા કરી અને યાદ કર્યું કે 2021માં તેને કેપ્ટન નિયુક્ત કરવો એક જોખમી પગલું માનવામાં આવતું હતું, પરંતુ તેણે જવાબદારી પ્રશંસનીય રીતે નિભાવી. મનોજ બડાલેએ આગળ કહ્યું, "જ્યારે સંજુ સેમસન કંઈક કહે છે, ત્યારે તે તેનો અર્થ રાખે છે. તે 14 વર્ષથી ફ્રેન્ચાઇઝનો એક અસાધારણ સેવક રહ્યો છે. ચાહકો ફક્ત તેની બેટિંગ જ નહીં, પરંતુ તેણે જે કર્યું છે તે બધું જ જુએ છે. જ્યારે અમે તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો, ત્યારે તે એક જોખમી પગલું હતું. તે એક યુવા અને બિનઅનુભવી કેપ્ટન હતો, પરંતુ તેણે તે ભૂમિકા માટે પોતાનું સર્વસ્વ આપ્યું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news