)
ભારતના દિગ્ગજ ક્રિકેટ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર જોઈને લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે. સારા તેંડુલકર અને આ છોકરાનો એકસાથે ફોટો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેઓ સારા મિત્રો છે. એટલું જ નહીં, આ છોકરાએ ક્રિકેટર સચિન તેંડુલકર અને સારા તેંડુલકર સાથેના ફોટા પણ શેર કર્યા છે અને IPL મેચોમાં પણ સારા સાથેના ફોટા મેદાનમાં જોવા મળ્યા છે.
સારા સાથે જોવા મળતો આ છોકરો કોણ છે ?
સારા તેંડુલકર સાથેના ફોટામાં દેખાતા છોકરાનું નામ સિદ્ધાર્થ કેરકર છે. સિદ્ધાર્થ એક કલાકાર છે. તેના 90 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે ગોવામાં રહે છે. સિદ્ધાર્થની પ્રોફાઇલમાં સારા તેંડુલકર અને તેના પરિવાર સાથે ઘણી તસવીરો છે. એક તસવીરમાં બંને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળે છે. કેટલીક તસવીરોમાં સારાનો પરિવાર ગોવાના એક રેસ્ટોરન્ટમાં સિદ્ધાર્થ સાથે જોવા મળે છે. તે તસવીર જોઈને એવું પણ લાગે છે કે સિદ્ધાર્થ તે રેસ્ટોરન્ટનો માલિક છે.
સારા સાથે રિલેશનશિપમાં છે સિદ્ધાર્થ ?
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ચાલી રહી છે કે સારા તેંડુલકર અને સિદ્ધાર્થ કેરકર બંને રિલેશનશિપમાં છે અને બંને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ છે. જોકે, આ વાત હજુ સુધી સંપૂર્ણ રીતે જાહેર થઈ નથી. અગાઉ પણ સારા તેંડુલકર અને શુભમન ગિલના સાથે હોવાના ઘણા અહેવાલો બહાર આવ્યા હતા. તેથી આવું કહેવું યોગ્ય નથી કે બંને રિલેશનશિપમાં છે.
ગિલને લઈને ઘણી ચર્ચામાં રહી હતી સારા
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર સારા તેંડુલકર અને શુભમન ગિલના સાથે હોવાના ઘણા સમાચાર આવ્યા હતા, જેના વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, બંનેએ ક્યારેય સત્તાવાર રીતે આ વિશે કંઈ પુષ્ટિ આપી નહોતી, પરંતુ ક્રિકેટ ચાહકો બંને વિશે ઘણી વાતો કરતા હતા. પરંતુ આજ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.