ક્રિકેટને વિવાદોથી મુક્ત કરીશ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો મુખ્ય પ્રાથમિક્તાઃ ગાંગુલી

બીસીસીઆઈનાં વિવિધ પદ માટે 23 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે, જેના માટે નોમિનેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓક્ટોબર, સોમવારની હતી. સોમવારે સાંજે ગાંગુલીએ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું હતું. શનિવાર અને રવિવારે દિલ્હી અને મુંબઈમાં મળેલી દેશભરના રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓની બેઠકોના દોર પછી રવિવારે સૌરવ ગાંગુલીનું નામ અધ્યક્ષ પદ માટે નક્કી થયું હતું. આ સાથે જ બ્રિજેશ પટેલનું આઈપીએલના ચેરમેન બનવાનું પણ નક્કી થઈ ગયું છે. 

ક્રિકેટને વિવાદોથી મુક્ત કરીશ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો મુખ્ય પ્રાથમિક્તાઃ ગાંગુલી

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષની ચૂંટણી માટેનું ફોર્મ ભરી દીધું છે. ગાંગુલીનું અધ્યક્ષ બનવું નક્કી છે. હવે માત્ર ચૂંટણીની ઔપચારિક્તા જ બાકી છે. અધ્યક્ષ પદે ચૂંટાવાનું નક્કી થયા પછી ગાંગુલીએ જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા ચલાવવી તેમના માટે એક પડકાર હશે. આ ઉપરાંત, તેમણે ઘરેલુ ક્રિકેટર્સના આર્થિક હિતોને પ્રાથમિક્તા આપવાની પણ વાત કરી છે. 

નોમિનેશન પહેલા જ સૌરવનું નામ પાકું થયું
બીસીસીઆઈનાં વિવિધ પદ માટે 23 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે, જેના માટે નોમિનેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓક્ટોબર, સોમવારની હતી. શનિવાર અને રવિવારે દિલ્હી અને મુંબઈમાં મળેલી દેશભરના રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓની બેઠકોના દોર પછી રવિવારે સૌરવ ગાંગુલીનું નામ અધ્યક્ષ પદ માટે નક્કી થયું હતું. આ સાથે જ બ્રિજેશ પટેલનું આઈપીએલના ચેરમેન બનવાનું પણ નક્કી થઈ ગયું છે. 

ગાંગુલીની પ્રતિક્રિયા
દેશ અને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ સંસ્થાના અધ્યક્ષ પદે નામ નક્કી થયા પછી ગાંગુલીએ જણાવ્યું કે, "મને આ પદ પર નિમણૂક થવાનો અનહદ આનંદ છે. મારા માટે કંઈક નવું કરવાની તક છે, કેમ કે અત્યારે બીસીસીઆઈની છબી સારી નથી. તમે ભલે નિર્વિરોધ ચૂંટાઈ જાવ, પરંતુ આ એક મોટી જવાબદારી છે, કેમ કે આ ક્રિકેટની દુનિયાની સૌથી મોટી સંસ્થા છે."

જુલાઈ, 2020 સુધી જ પદ પર રહેશે 
રવિવારે ગાંગુલી ઉપરાંત બ્રિજેશ પટેલ અને અમિત શાહના સુપુત્ર જય શાહનું નામ પણ પદની દોડમાં સામેલ હતું. જોકે, દિવસના અંદે ગાંગુલીએ બાજી જીતી લીધી હતી. જોકે, ગાંગુલી માત્ર જુલાઈ, 2020 સુધી જ આ પદ પર રહી શકશે, કેમ કે ત્યાર પછી તેણે નવા નિયમો અનુસાર કુલિંગ ઓફ પીરિયડ અંતર્ગત આ પદ છોડવાનું રહેશે. નવા બીસીસીઆઈ નિયમો અનુસાર એક વહીવટી પદ પર કોઈ વ્યક્તિ સતત છ વર્ષ સુધી જ રહી શકે છે. 

ગાંગુલીની પ્રાથમિક્તા
આ નિયમ અંગે ગાંગુલીએ જણાવ્યું કે, "આ નિયમ છે, પરંતુ અમારે તેના હિસાબે જ ચાલવાનું છે. મારી પ્રથમ પ્રાથમિક્તા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સને ધ્યાનમાં રાખવાનું હશે. મેં વહીવટદારોની સમિતિને વિનંતી કરી હતી અને તેમણે આ બાબતે ધ્યાન પણ આપ્યું છે. ક્રિકેટરોના આર્થિક હીતો માટે રણજી ટ્રોફી ક્રિકેટ પર ફોકસ કરાશે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news