નવી દિલ્હી : મોહાલી : કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માનાં કેરિયરનાં ત્રીજા બેવડા શતક બાદ બોલર્સનાં ઉમદા પ્રદર્શનનાં પગલે ભારતે બીજી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 141 રનથી હરાવી દીધું હતું. ત્રણ મેચની સીરીઝમાં શ્રીલંકા 1-0થી આગળ હતું. જો કે હવે હિસાબ બરોબર થઇ ચુક્યો છે. રોહિતે પોતાની તોફાની રમ દેખાડતા 153 બોલમાં 12 છગ્ગા અને 13 ચોક્કાઓની મદદથી 208 રન અણનમ બનાવ્યા હતા. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 392 રનનો સ્કોરનો ખડકલો કરી દીધો હતો. શ્રીલંકા વિરુદ્ધ તે ભારતનો ત્રીજો સર્વોચ્ચ સ્કોર છે. રોહિતે પોતાનાં સાથી બેટ્સમેન શિખર ધવન (68)ની સાથે પહેલી વિકેટ માટે 115 રન જોડવા ઉપરાંત શ્રેયસ અય્યર (88) સાથે બીજી વિકેટ માટે 213 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતનો આ સ્કોર આ મેદાનમાં વનડેનો સર્વોચ્ચ સ્કોર છે. તે પહેલા સાઉથ આફ્રીકાએ 2011માં નેધરલેન્ડ વિરુદ્ધ અહીં પાંચ વિકેટ પર 351 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને શ્રીલંકાની વચ્ચે બીજી વન ડે મેચ મોહાલીમાં રમાઇ રહી છે. આ મેચમાં શ્રીલંકાનાં કેપ્ટન થિસારા પરેરાએ ટોસ જીતીને પહેલા બોલિગનો નિર્ણય લીદો હતો. પહેલા બોલિંગ કરતા ભારતીય ટીમે રોહિતનાં બેવડા શતકનાં દમ પર નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 392 રન બનાવ્યા. શ્રીલંકાને જીતવા માટે 393 રનનું લક્ષ્યાંક મળ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં મેહમાન ટીમે 31 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 166 રન બનાવ્યા છે. 
શ્રીલંકાને પહેલો ઝટકો ઉપુલ થરંગા તરીકે લાગ્યું. થરંગાને હાર્દિક પંડ્યાએ 7 રનનાં સ્કોર પર દિનેશ કાર્તિકનાં હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો. કાર્તિકે કવરમાં થરંકાનો કેચ પકડ્યો હતો. શ્રીલંકાને બીજો ઝટકો બુમરાહે આપ્યો હતો. ધોનીએ વિકેટની પાછળ ગુણાથિલાકાનો કેચ પકડ્યો હતો. તેમણએ 16 રન બનાવ્યા. મોહાલી વન ડે દ્વારા પોતાનાં વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.


પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિતની બેવડી સદીનાં દમ પર નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 392 રનનું લક્ષ્ય મળ્યું છે. 68 રન પર રમી રહેલ શિખર ધવન શોટ લગાવવાનાં પ્રયાસમાં પથિરાનાનાં બોલમાં થિરિમનેને કેચ આપી બેઠા અને ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ ઐય્યર 88 રન બનાવીને થિસારા પરેરાનાં બોલ પર મોટો શોટ લગાવવાનાં પ્રયાસમાં બોલને હવામાં ઉછાળી બેઠો અને ફિલ્ડરે કેચ પકડી લીધો. મહેન્દ્રસિંહ ધોની 7 રન બનાવીને પરેરાનાં બોલમાં એલબીડબલ્યું આઉટ થઇ ગયો હતો. કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ પોતાનાં વન ડે કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. સાથે જ શ્રીલંકા વિરુદ્ધ તેની બીજી બેવડી સદી હતી. તેણે 153 બોલમાં 208 રનની અણનમ રમત રમી હતી. પંડ્યા 8 રન બનાવીને પરેરાનાં બોલમાં કેચ આઉટ થઇ ગયા હતા. 


રોહિત શર્માએ 120 બોલમાં 109 રન બનાવી ચુક્યો છે. તેણે 10 ફોર અને 1 સિક્સ સાથે પોતાની સદી પુરી કરી હતી. તો શિખર ધવને 67 બોલમાં 68 રન બનાવ્યા હતા. જેમાં તેણે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ ઐયરે 60 બોલમાં આક્રમક 74 રન ફટકારતા 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટાકાર્યા હતા


ભારત અને શ્રીલંકાની ચ્ચે બીજી વન ડે મોહાલીમાં રમાવાની છે. આ મેચમાં શ્રીલંકા નાં કેપ્ટન થિસારા પરેરાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય ટીમે 17 ઓવરમાં કોઇ વિકેટ ગુમાવ્યા વગર 89 રન બનાવી લીધા છે. રોહિત અને ધવનની વચ્ચે અર્ધશતકીય ભાગીદારી પણ થઇ ગઇ છે. શિખર ધવન 59 અને રોહિત શર્માં 29 રન બનાવીને રમી રહ્યા છે. ધવનને આ વનડે ક્રિકેટનું 23મું અર્ધશતક રહ્યું.


આજની મેચમાં ભારતીય ટીમે 18 વર્ષ 69 દિવસનાં વોશિંગ્ટન સુંદરને ટીમમાં સમાવવામાં આવ્યો છે. મોહાલીએ પોતાની પહેલી મેચ રમી રહેલ સુંદરની આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ છે અને તે એક સ્પિનર ઓલરાઉન્ડર છે. આ મેચ પહેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ વોશિંગ્ટન સુંદરને ટીમ ઇન્ડિયાની કેપ આપી હતી. સુંદરને આ મેચમાં કુલદીપ યાદવનાં બદલે સમાવવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર ભારત તરફથી ડેબ્યું કરનારા 7માં સૌથી યુવા ખેલાડી છે.


મોહાલીનાં મેદાન પર રમાઇ રહેલી આ મેચમાં શ્રીલંકાની નજર જીત પર છે. મહેમાન ટીમે ભારતીય ટીમને ધર્મશાળામાં પરાજય આપ્યો છે. જેનાં કારણે શ્રીલંકાની ટીમ હાલ સીરીઝમાં 1-0થી આગળ છે. હવે શ્રીલંકાની નજર મોહાલીમાં જીત પ્રાપ્ત કરીને ત્રણ વન ડે મેચની સીરીઝમાં 2-0થી આગળ વધવાની છે. જો આજે શ્રીલંકા જીત પ્રાપ્ત કરે છે તો આ પહેલી વખત હશે જ્યારે તેઓ ભારતમાં દ્વિપક્ષીય સીરીઝમાં જીત પ્રાપ્ત કરશે.