મેચ દરમિયાન મેદાન પર ગુસ્સો કરવો શાકિબને પડ્યો ભારે, લાગ્યો પ્રતિબંધ

મોહમ્મદદીન સ્પોર્ટિંગ ક્લબના કેપ્ટન શાકિબ અલ હસનને તેના ખરાબ વર્તન માટે ઢાકા પ્રીમિયર લીગમાં ચાર મેચો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.  

Updated By: Jun 12, 2021, 06:22 PM IST
મેચ દરમિયાન મેદાન પર ગુસ્સો કરવો શાકિબને પડ્યો ભારે, લાગ્યો પ્રતિબંધ

ઢાકાઃ ઢાકા પ્રીમિયર લીગમાં મેચ દરમિયાન પોતાના મગજ પર કાબુ ગુમાવનાર શાકિબ અલ હસન પર ચાર મેચનો પ્રતિબંધ લાગ્યો છે. શાકિબ બાંગ્લાદેશમાં રમાઈ રહેલી આ ટી20 લીગની આગામી ચાર મેચમાં જોવા મળશે નહીં. હકીકતમાં શાકિબ શુક્રવારે રમાયેલી એક મેચ દરમિયાન અમ્પાયર સામે ઝગડી પડ્યો અને સ્ટમ્પને લાત મારતો જોવા મળ્યો હતો. મેચ બાદ બાંગ્લાદેશના સીનિયર ખેલાડીએ પોતાના વર્તન માટે ટ્વિટર પર ફેન્સની માફી માંગી હતી. 

બાંગ્લાદેશના અખબાર બીડીક્રિકટાઇમ પ્રમાણે, મોહમ્મદદીન સ્પોર્ટિંગ ક્લબના કેપ્ટન શાકિબ અલ હસનને તેના ખરાબ વર્તન માટે ઢાકા પ્રીમિયર લીગમાં ચાર મેચો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. તે આઠમી, નવમી, દસમી અને અગિયારમાં મેચ રમી શકશે નહીં. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શાકિબ મુશફીકુર વિરૂદ્ધ એલબીડબ્લ્યૂની અપીલ કરે છે અને અમ્પાયરના નોટઆઉટ આપવા પર તે પહેલા સ્ટમ્પને લાત મારે છે અને પછી અમ્પાયર સામે વિવાદમાં પડે છે. શાકિબનું આ વર્તન જોઈ તેની ટીમના સાથી ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. શાકિબે મેચની છઠ્ઠી ઓવર દરમિયાન પોતાનો પિતો ગુમાવ્યો અને અમ્પાયર દ્વારા કવર બોલાવવા પર ત્રણેય સ્ટમ્પને ઉખેડી નાખી હતી. 

ત્યારબાદ શાકિબે પોતાના આ વર્તન માટે માફી માંગતા લખ્યુ હતુ 'પ્રિય ફેન્સ અને ફોલોવર. હું માફી માંગુ છું કે મેં મારો મગજ ગુમાવ્યો અને આ રીતે બધા માટે મેચ બરબાદ કરવા માટે, ખાસ કરીને તે લોકો જે ઘરે બેસીને મુકાબલો જોઈ રહ્યાં હતા. મારા જેવા એક અનુભવી ખેલાડીએ આ પ્રકારનું વર્તન ન કરવુ જોઈએ, પરંતુ ક્યારેક-ક્યારેક બઘા ઓડ્સ વિરૂદ્ધ દુર્ભાગ્યપૂર્ણ રીતે આમ થઈ જાય છે. હું ટીમ મેનેજમેન્ટ, ટૂર્નામેન્ટના ઓફિશિયલ્સ અને ટૂર્નામેન્ટના આયોજકોની આ ભૂલ માટે માફી માંગુ છું. આશા છે કે ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન ફરી કરીશ નહીં..'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube