વેસ્ટ ઈન્ડિઝમાં આવી મસ્તી કરી રહ્યાં છે ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો

ભારતીય ટીમે  વનડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે, કારણ કે પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

Updated By: Aug 13, 2019, 05:09 PM IST
વેસ્ટ ઈન્ડિઝમાં આવી મસ્તી કરી રહ્યાં છે ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં ભારતીય ટીમે કેરેબિટન ટીમને ટી20 સિરીઝમાં 3-0થી પરાજય આપ્યો હતો. આ સિવાય બંન્ને દેશો વચ્ચે વનડે સિરીઝ ચાલી રહી છે, જેની અંતિમ મેચ 14 ઓગસ્ટે રમાશે. 

આ સિરીઝમાં ભારતીય ટીમે 1-0થી લીડ મેળવી લીધી છે, કારણ કે પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમવાની છે, પરંતુ તે પહેલા ભારતીય ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓની સાથે મસ્તી કરી રહ્યાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Open water, the greenery and fresh air = bliss. 😄

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

You can’t tell me I ain’t fly!

A post shared by Shreyas Iyer (@shreyas41) on

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યરે એક-એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેની સાથે કેટલાક વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ પણ સામેલ છે. શિખર ધવન અને શ્રેયસ અય્યરની સાથે રિષભ પંત, નવદીપ સૈની, ખલીલ અહમદ અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલન પૂરન અને કિરન પોલાર્ડ છે, જે ઓપન વોટરમાં મસ્તી કરી રહ્યાં છે. જુઓ વીડિયો. 

મહત્વનું છે કે, વનડે સિરીઝ બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ભારતીય ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમાશે, જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. બે વર્ષ સુધી ચારનારી આ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત 1 ઓગસ્ટે એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટની સાથે થઈ ચુકી છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર