'ગબ્બર' પણ બન્યો એરલાઇનની દાદાગીરીનો શિકાર: પરિવારને છોડવો પડ્યો

શિખર ધવનનાં પરિવાર પાસે દુબઇ એરપોર્ટ પર બર્થ સર્ટિફિકેટ મંગાતા સમગ્ર મામલો વણસ્યો હતો

'ગબ્બર' પણ બન્યો એરલાઇનની દાદાગીરીનો શિકાર: પરિવારને છોડવો પડ્યો

નવી દિલ્હી  : એરલાઇન્સ કંપનીઓનાં નિયમોનું કારણે વારંવાર પેસેન્જર પરેશાન થવાનાં સમાચારો આવતા રહે છે. આ વખતે એરલાઇન નિયમોનાં કારણે ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન શિખર ધવન શિકાર બન્યા હતા. ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકા માટે કેપ્ટાઉન પહોંચી ચુકી છે. ઘણા ખેલાડીઓ પોતાનાં પરિવાર સાથે અહી પહોંચ્યા છે. જો કે ટીમ ઇન્ડિયામાં ગબ્બર નામથી ઓળખાતા ધવન એરલાઇનનાં કારણે પરિવારને સાથે લઇ જઇ શક્યા નહોતા.

— Shikhar Dhawan (@SDhawan25) December 29, 2017

મુંબઇથી તે પોતાનાં પરિવાર સાથે જ ફ્લાઇટ પર ચડ્યા હતા. જો કે અડધે રસ્તે તેમણે પરિવાર છોડીને જવું પડ્યું હતું. ધવનનાં પરિવારને દુબઇમાં રોકી લેવામાં આવ્યો હતો. શિખર ધવનની પત્ની અને બાળકો પાસે બર્થ સર્ટિફિકેટ સહિતનાં ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા હતા. તે સમયે તેમની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ નહોતા. હવે તેઓ દુબઇ એરપોર્ટ પર ડોક્યુમેન્ટ પહોંચે તેની રાહ જોઇ રહ્યા છે.

— Shikhar Dhawan (@SDhawan25) December 29, 2017

ધવને એરલાઇનનાં કર્મચારીઓ પર નિશાન સાધતા કહ્યું કે, આ તમામ પરિસ્થિતી માટે એરલાઇન જવાબદાર છે. કારણ કે તેઓએ મુંબઇ હતા ત્યારે જ તે વસ્તુ ચેક કરવી જોઇતી હતી. જ્યારે ભારતીય ટીમ હોટલ પહોંચી તો ધવન એકલો પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુ સાથે પણ અગાઉ એલાઇન દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news