ટી-20 ક્રિકેટમાં 9 હજાર રન બનાવનાર પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો શોએબ મલિક

પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિક ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરનાત વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. રવિવારે ગયાના એમેઝોન વોરિયર્સ (Guyana Amazon Warriors) તરફથી રમતા મલિકે આ ખાસ સિદ્ધી મેળવી હતી.
 

ટી-20 ક્રિકેટમાં 9 હજાર રન બનાવનાર પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો શોએબ મલિક

ગયાનાઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શોએબ મલિકે (Shoaib Malik) ટી20 ક્રિકેટમાં (T20 Cricket) નવો ઈતિહાસ રચી દીધો છે. મલિકે કેરેબિયન પ્રીમિયર લીગમાં (CPL) રમતા પોતાના ટી20 કરિયરમાં 9 હજાર રન પૂરા કર્યાં છે. ફટાફટ ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરનાર મલિક એશિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. 

પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિક ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરનાત વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. રવિવારે ગયાના એમેઝોન વોરિયર્સ (Guyana Amazon Warriors) તરફથી રમતા મલિકે આ ખાસ સિદ્ધી મેળવી હતી. મલિકે આ મેચમાં 19 બોલ પર 32 રનની ઈનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 

ગયાના એમેઝોન વોરિયર્સે (Guyana Amazon Warriors) રવિવારે કેરેબિયન પ્રીમિયર લીગ (Caribbean Premier League)ના પહેલા ક્વોલિફાયરમાં બારબાડોસ ટ્રાઇડેન્ટ્સને 30 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. મલિકે આ મેચમાં 30મો રન બનાવતા એક નવો ઈતિહાસ રચ્યો હતો. તે આ ફોર્મેટમાં 9 હજાર રન પૂરા કરનારો પ્રથમ એશિયન બેટ્સમેન બની ગયો છે. 

વિરાટ અને રોહિત પાછળ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે 271 ટી20 મુકાબલામાં 8556 રન છે. તો રોહિત શર્માએ 318 ટી20 મેચ રમીને 8312 રન બનાવ્યા છે. શોએબ મલિકે કોહલી અને રોહિતને રન બનાવવાના મામલામાં પછાડતા 9 હજાર રન પૂરા કર્યાં છે. કોહલી આ મામલામાં 444 રન જ્યારે રોહિત 688 રન પાછળ છે. 

સૌથી વધુ રન ક્રિસ ગેલના નામે
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલના નામે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. ગેલે વિશ્વની તમામ લીગમાં રમતા કુલ 13થી વધુ રન બનાવ્યા છે. 394 મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝના ધુરંધરના નામે 13051 રન છે. તો ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે 370 મેચ રમીને 9922 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના કીરોન પોલાર્ડના નામે 489 મેચોમાં 9757 રન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news