પાર્ટી, ગર્લફ્રેન્ડ અને ફુલ અય્યાશી...આઉટ ઓફ કંટ્રોલ હતો અભિષેક શર્મા, થયો મોટો ખુલાસો

Abhishek Sharma : ભારતીય ટીમનો યુવા બેટ્સમેન અભિષેક શર્મા ક્રિકેટની દુનિયાનો ઉભરતો સ્ટાર છે. ગત IPL સિઝનમાં શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પરંતુ તે પહેલા તે આઉટ ઓફ કંટ્રોલ હતો. અભિષેકને લઈને હવે મોટો ખુલાસો થયો છે.

પાર્ટી, ગર્લફ્રેન્ડ અને ફુલ અય્યાશી...આઉટ ઓફ કંટ્રોલ હતો અભિષેક શર્મા, થયો મોટો ખુલાસો

Abhishek Sharma : ભારતીય ટીમનો યુવા બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અભિષેક શર્મા છેલ્લા કેટલાક સમયથી સનરાઈઝર્સ હૈદરાબાદના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાંના એક છે. હૈદરાબાદ પહેલા તે દિલ્હી તરફથી આઈપીએલમાં રમી ચૂક્યો છે. જો કે, અભિષેક શર્માની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

IPLમાં શાનદાર પ્રદર્શનના કારણે તેને ભારતીય ટીમમાં સ્થાન પણ મળ્યું છે,  પરંતુ તે પહેલાં તે આખી રાત પાર્ટી કરતો હતો, ગર્લફ્રેન્ડ્સ સાથે મોજ-મસ્તી કરતો હતો. સરળ શબ્દોમાં કહીએ તો તે પરિવારના નિયંત્રણની બહાર હતો. આ વાત અમે નહીં પરંતુ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કહી છે. તેણે એ વાત પર ભાર મૂક્યો કે આજના યુવા ખેલાડીઓ કેમ બરબાદ થઈ રહ્યા છે.

Add Zee News as a Preferred Source

યુવરાજ વિશે મોટી વાત કહી

એક ઈન્ટરવ્યુમાં યોગરાજસિંહે કહ્યું કે, જ્યારે તમારા ખિસ્સામાં 5 કરોડ રૂપિયાનો ચેક આવે ત્યારે શું થાય છે. ઘર, કાર અને ગર્લફ્રેન્ડના ફોન આવવા લાગે છે...ત્યાં તમારું મન વ્યગ્ર થઈ રહ્યું છે અને બીજું કંઈ નહીં. યોગરાજસિંહ જેવા કોચની જરૂર છે, તે ક્યાં જશે ? એટલા માટે હું કહું છું કે જો યુવી મારી સાથે રહ્યો હોત તો તેણે કેટલાય રેકોર્ડ બનાવ્યા હોત. કારણ કે બાળકને 9 વાગ્યે ઊંઘાડી દો અને 5 વાગ્યે ઉઠાડો.

અભિષેક કેવી રીતે પાછો ટ્રેક પર આવ્યો ?

તેમણે આગળ કહ્યું કે, અભિષેક સાથે જે બન્યું તેનું ઉદાહરણ હું તમને આપી રહ્યો છું, મહેરબાની કરીને ખોટું ના લગાડતા ભાઈઓ, સાંજે પાર્ટી, ગર્લફ્રેન્ડ, પછી શું થયું, યુવીએ કહ્યું તાળું લગાવો. આ યુવીને સોંપવામાં આવ્યું હતું, પપ્પા તેને સંભાળી શકતા ન હોતા, તેથી તેના પર તાળું લગાવવામાં આવ્યું હતું, પગરખાં પણ ઉતારી લેવામાં આવ્યા હતા.

પૃથ્વી શો અને કાંબલીની હાલત પણ ખરાબ 

પૃથ્વી શો અને કાંબલી વિશે તેમણે કહ્યું કે, 'હા, આ જ કારણ હતું કે પૃથ્વી શોની પણ આ હાલત થઈ, વિનોદ કાંબલી સાથે શું થયું. કારણ કે તેમને સંભાળનાર કોઈ નહોતું. હું તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું, બધા ખેલાડીઓના બરબાદ થવા પાછળનું કારણ IPL ના પૈસા છે. ગઈકાલે પંજાબ હારી ગયું અને પ્રીતિ ઝિન્ટા જી કેપ્ટનનો ક્લાસ લઈ રહ્યા હતા, તેને સમજાવી રહ્યા હતા, કેમ ભાઈ. તમે IPL ટીમના માલિક છો, તમારે કહેવું જોઈએ કે તમે લોકો સારું રમ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news