Shocking : વધુ એક દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત...વર્લ્ડ કપ પછી આવશે કારકિર્દીનો અંત

Sophie Devine Retirement : આજકાલ વિશ્વ ક્રિકેટમાં ખેલાડીઓમાં નિવૃત્તિ લેવાની જાણે સિઝન ચાલી રહી છે. સ્ટીવ સ્મિથ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, હેનરિક ક્લાસેન, જેવા દિગ્ગજ ક્રિકેટરોએ અલગ અલગ ફોર્મેટમાં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. ત્યારે વધુ એક દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. 

Shocking : વધુ એક દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત...વર્લ્ડ કપ પછી આવશે કારકિર્દીનો અંત

Sophie Devine Retirement : ક્રિકેટમાં એક બાદ એક ખેલાડીઓ નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે વધુ એક એક દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડની ODI કેપ્ટન સોફી ડિવાઈને 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે હવે 2025-26 સીઝન માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) સાથે 'કેઝ્યુઅલ પ્લેઇંગ એગ્રીમેન્ટ' કરશે. 35 વર્ષીય ખેલાડીએ 298 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 2020માં ટીમની કાયમી કેપ્ટન બની છે. ત્યારથી તે ન્યુઝીલેન્ડને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ છે.

ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપ જીત્યો

ડેવાઇનની કેપ્ટનશીપ હેઠળ, ટીમે 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ 2024માં ટીમે પહેલી વાર ICC મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો. મહિલા ક્રિકેટમાં સૌથી સફળ ઓલરાઉન્ડરમાંની એક તરીકે ડેવાઇને 8 ODI સદી અને એક T20 સદી સહિત 7,421 રન બનાવ્યા છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 226 વિકેટ લીધી છે.

સોફી ડેવાઇને શું કહ્યું ?

ડેવાઇને કહ્યું કે ODI મેચોમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય લાગે છે. તેણે કહ્યું, "મારા માટે પાછળ હટવાનો આ યોગ્ય સમય લાગે છે. હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું કે મને ન્યુઝીલેન્ડ ક્રિકેટના સમર્થનથી ઉકેલ મળ્યો છે, એટલે કે હું હજુ પણ ન્યુઝીલેન્ડમાં યોગદાન આપી શકું છું. દરેક વ્યક્તિએ જાણવું મહત્વપૂર્ણ છે કે હું પાછળ હટતા પહેલા આ ટીમને બધું આપવા માટે ધ્યાન કેન્દ્રિત અને સમર્પિત છું. હું યુવા ટીમને આગળ વધરવા અને આગામી છ થી નવ મહિનામાં મારી ભૂમિકા ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.'

ન્યુઝીલેન્ડ ક્રિકેટનું નિવેદન

NZC મહિલા હાઇ પર્ફોર્મન્સ હેડ લિઝ ગ્રીને કહ્યું કે ડેવાઇનને NZCનો સંપૂર્ણ ટેકો છે. "સોફીએ ન્યૂઝીલેન્ડને લગભગ 20 વર્ષ સેવા આપી છે અને NZC તેની કારકિર્દીના આ તબક્કે વધુ સંતુલન શોધવાના તેના પ્રયાસને સંપૂર્ણ સમર્થન આપે છે. "અમે એક કરાર પર પહોંચીને ખુશ છીએ જેનો અર્થ એ થાય કે તે ન્યુઝીલેન્ડ સાથે સંકળાયેલી રહી શકે છે, જ્યારે અન્ય ખેલાડી માટે સંપૂર્ણ કરારની તક પણ ખોલી શકે છે." ડિવાઇન 30 સપ્ટેમ્બરથી શરૂ થતા 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news