ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, IPL દરમિયાન આ મહાન ક્રિકેટરનું નિધન, મુંબઈ સાથે છે ખાસ કનેક્શન
Cricketer Passed Away : IPL 2025 ફરીથી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ દરમિયાન ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટર અને સુનીલ ગાવસ્કરના નજીકના મિત્રનું નિધન થયું છે. તેમણે મુંબઈ માટે સાત ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી.
Trending Photos
Cricketer Passed Away : IPL 2025 વચ્ચે ભારતીય ક્રિકેટ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. મુંબઈના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરના મિત્ર વિજય ઉર્ફે 'પાપા' કારખાનીસનું નિધન થયું છે. પાપા કારખાનીસે રવિવારે સવારે બોરીવલીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ 86 વર્ષના હતા. કરખાનીસ સ્થાનિક ક્રિકેટમાં પ્રખ્યાત શિવાજી પાર્ક જીમખાના અને સેન્ટ્રલ બેંક માટે રમતા હતા. જૂના ક્રિકેટરોના મતે તે એક શાનદાર બેટ્સમેન અને સારા વિકેટકીપર હતા.
60ના દાયકાના અંતમાં કરખાનીસે મુંબઈ માટે સાત ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તેઓ બે દાયકા સુધી શિવાજી પાર્ક જીમખાના માટે રમ્યા જેમાં મુંબઈના ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ થતો હતો. કરખાનીસ બેટિંગ દિગ્ગજ સુનીલ ગાવસ્કરના નજીકના મિત્ર હતા. કરખાનીસ એવા કેટલાક કોચમાંના એક હતા જેમણે ભારતના ODI કેપ્ટન રોહિત શર્મામાં પ્રતિભા જોઈ. હિટમેન 14 વર્ષનો હતો ત્યારે તેને બોરીવલી સેન્ટર ખાતે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સમર કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે સમયે કારખાનીસ ત્યાં કોચ હતા.
45 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા
ઓક્ટોબર 2020માં કારખાનીસ 80 વર્ષની ઉંમરે કોવિડથી બચી ગયા, જ્યારે તેમને ઘાતક વાયરસનો ચેપ લાગ્યો હતો અને 45 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ હંમેશા સારા મૂડમાં રહેતા હતા અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ પણ હળવું રાખતા હતા. 1967-68ના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી ફાઇનલમાં કરખાનીસે 52 અને 43 રનની બે શાનદાર ઇનિંગ્સ રમીને બોમ્બેને પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે મદ્રાસને હરાવવામાં મદદ કરી.
મુંબઈને સતત 10મી રણજી ટ્રોફી જીતાડવામાં મોટું યોગદાન
કરખાનીસે બોમ્બેના કેપ્ટન મનોહર હાર્ડિકર સાથે મળીને મદ્રાસના અનુભવી સ્પિનરો એસ. વેંકટરાઘવન અને વામન કુમારનો સામનો કર્યો. અંતિમ દિવસે ટી બ્રેક પછીના સેશનમાં હાર્દિકર અને એકનાથ સોલકરે મદ્રાસના આક્રમણન સામે અડિખમ ઉભા રહ્યા, જેના કારણે બોમ્બે સતત દસમી વખત રણજી ટ્રોફી જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે