)
ઝિમ્બાબ્વેના જાણીતા બેટર સીન વિલિયમ્સ લાંબી કરિયરને લઈને ચર્ચામાં રહ્યો. 39 વર્ષના વિલિયમ્સે હાલમાં જ ઝિમ્બાબ્વેની ટીમમાં કમબેક કર્યું હતું. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ડ્રગ્સની લતના પગલે હવે તેનું કરિયર દાવ પર લાગી ગયું છે. તેણે પોતાનું નામ નેશનલ ડ્યૂટીથી પાછું ખેંચ્યુ છે. એડિક્શન માટે રિહેબિલિટેશન કરવાની વાત સામે આવ્યા બાદ તેણે આ નિર્ણય લીધો. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે તેની પુષ્ટિ કરી છે.
વિલિયમ્સે કર્યો ખુલાસો
વિલિયમ્સે હાલમાં જ હરારેમાં થનારી ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયર 2025 માંથી નામ પાછું ખેંચ્યુ હતું. ત્યારબાદ તેની ગેરહાજરીની ઈન્ટરનલ તપાસ શરૂ થઈ. આ દરમિયાન વિલિયમ્સે બોર્ડને જણાવ્યું કે તે સબ્સટેન્સ એબ્યૂઝ સામે ઝઝૂમી રહ્યો છે અને તેણે પોતે તેની સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. પરિણામ સ્વરૂપે ZC એ જાહેરાત કરી કે વિલિયમ્સને નેશનલ સિલેક્શન માટે નહીં માનવામાં આવે અને તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ નહીં કરાય.
બોર્ડે કરે પુષ્ટિ
બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે ZC આશા વ્યક્ત કરે છે કે તમામ કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ પ્રોફેશનલિઝમ, અનુશાસન અને ટીમ પ્રોટોકોલ અને એન્ટી ડોપિંગ નિયમોનું પાલન કરશે. જો કે ઝિમ્બાબ્વે ક્રિકેટ રિહેબિલિટેશન કરાવવા માટે તેના વખાણ ક રે છે પરંતુ સંભવિત ટેસ્ટિંગ સંલગ્ન હાલાતમાં ટીમની કમિટમેન્ટ્સથી પાછળ હટવું પ્રોફેશનલ અને નૈતિક માપદંડો વિશે પણ ગંભીર ચિંતાઓ પેદા કરે છે.
હવે વાપસી મુશ્કેલ
બોર્ડે એ પણ જણાવ્યું કે વિલિયમ્સના કરિયર રેકોર્ડમાં અનુશાસનહીનતાના મુદ્દે વારંવાર અનુપલબ્ધતાનો ઇતિહાસ રહ્યો છે. જેની ટીમની તૈયારી અને પ્રદર્શન પર અસર પડી છે. 39 વર્ષના વિલયમ્સ 2005માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ બાદથી ઝિમ્બાબ્વેના સતત સારા પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તેણે તમામ ફોર્મેટમાં 8000થી વધુ રન કર્યા છે. જેમાં 37.53ની સરેરાશથી 5217 રન વનડેમાં સામેલ છે જેમાં આઠ સદી અને 37 અડધી સદી પણ છે. આ વર્ષની શરૂઆતમાં તે સૌથી લાંબા સમય સુધી એક્ટિવ ઈન્ટરનેશનલ ક્રિકેટર બન્યો હતો. તેણે ડેબ્યૂથી લઈને અત્યાર સુધીના કરિયરના મામલામાં ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને પાછળ છોડ્યો તો. હવે તેની ટીમમાં વાપસી મુશ્કેલ નજરે ચડી રહી છે.
ઝિમ્બાબ્વે ક્રિકેટે વધુમાં કહ્યું કે છેલ્લા બે દાયકામાં ઝિમ્બાબ્વે ક્રિકેટમાં તેના ખુબ મોટા યોગદાનને દિલથી સ્વીકારે છે અને તેને બિરદાવે છે. વિલિયમ્સે આપણા હાલના ઈતિહાસના કેટલાક સૌથી મહત્વની પળોમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને મેદાનની અંદર અને બહાર એક સ્થાયી વારસો છોડ્યો છે. ZC તેના ઠીક થવામાં તેને તાકાત અને ભવિષ્યના તમામ પ્રયત્નોની સફળતાની કામના કરે છે.