Rohit Sharma Retirement: સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ખેલાડીઓના સેલિબ્રેશનનો એક જૂનો વીડિયો રિષભ પંતે શેર કર્યો છે, જેમાં રોહિત નિવૃત્તિ લેવાના પોતાના નિર્ણય વિશે વાત કરી રહ્યો છે.

Rohit Sharma Retirement: વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ એક જૂનો વીડિયો શેર કર્યો છે. પંતે પહેલીવાર આ વીડિયો શેર કર્યો છે અને તેમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા તેમજ આખો ડ્રેસિંગ રૂમ ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે.
ભારતે દુબઈમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 49મી ઓવરમાં જ 6 વિકેટે 254 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
T20 માંથી નિવૃત્તિ લીધી હતી
ન્યુઝીલેન્ડ સામે વિજયી રન બનાવતી વખતે, રિષભ પંત પોતાનો કેમેરો ચાલુ કર્યો અને પછી ડ્રેસિંગ રૂમનો આખો નજારો બતાવ્યો. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિજય પરેડ દરમિયાન, પંતે મજાકમાં રોહિતને પૂછ્યું કે શું તે ODI માંથી નિવૃત્તિ લેવા માંગે છે. રોહિતે હસીને કહ્યું કે નિવૃત્તિ તેના મનમાં નથી. તેણે કહ્યું કે તે ODI માં આવું નહીં કરે, કારણ કે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા પછી તેણે T20 માંથી નિવૃત્તિ લીધી હતી.
રોહિત અને વિરાટ કોહલીએ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
બાર્બાડોસમાં 2024 ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક જીત બાદ રોહિત અને વિરાટ કોહલીએ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જ્યારે થોડા મહિના પહેલા જ રોહિતે ટેસ્ટમાંથી પણ નિવૃતી લઈ લીધી છે, તે ફક્ત હવે વન-ડેમાં અને IPLમાં રમશે.
Happy Independence Day, India. ??
Some moments stay with you forever and winning for India is at the top of the list. Proud to be Indian.#RP17 ??️ pic.twitter.com/pfgr1tg7da— Rishabh Pant (@RishabhPant17) August 15, 2025
આ વીડિયોમાં, રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર એકબીજાને ઉષ્માભર્યા ગળે લગાવતા જોવા મળે છે. ડ્રેસિંગ રૂમની પ્રતિક્રિયા લીધા પછી, પંત મેદાનમાં ગયા, જ્યાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા પહેલાથી જ ઉજવણી કરી રહ્યા હતા. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રિષભ પંત એક પણ મેચ રમી શક્યો ન હતો. જોકે, તે ભારતની જીતથી ખૂબ જ ખુશ હતો. 6 મહિના પછી, તેણે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર તે મેચનો ફૂટેજ શેર કર્યો છે.