IND vs ENG: ભારતને લાગ્યો ઝટકો, ઈજાગ્રસ્ત આ બેટ્સમેન વનડે સિરીઝમાંથી બહાર

Shreyas Iyer Injury Update : ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 66 રને હરાવી સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. આ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન અય્યરને ઈજા થઈ હતી. 

IND vs ENG: ભારતને લાગ્યો ઝટકો, ઈજાગ્રસ્ત આ બેટ્સમેન વનડે સિરીઝમાંથી બહાર

નવી દિલ્હીઃ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer Injury Update)  ઈજાને કારણે ઈંગ્લેન્ડ (India vs England ODI Series) વિરુદ્ધ 3 મેચોની સિરીઝની બાકી બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસને પ્રથમ વનડેમાં ફીલ્ડિંગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. 

વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફો પ્રમાણે, શ્રેયસના ખભામાં ઈજા છે અને આઈપીએલના પ્રથમ હાફમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમવું પણ શંકાસ્પદ છે. શ્રેયસ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરે છે. પરંતુ હજુ બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર કરવામાં આવી નથી. 

અય્યરને આ ઈજા ઓપનર જોની બેયરસ્ટોના શોટ રોકવાના પ્રયાસમાં ડાઇવ દરમિયાન લાગી હતી. તેનો ડાબો ખભો ઈજાગ્રસ્ત થયો છે. ઈજા બાદ તેને મેદાન બહાર લઈ જવામાં આવ્યો અને સ્કેન કરાવવામાં આવ્યો હતો. ઈજા બાદ બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, અય્યરના ખભાનું હાડકું ખસી ગયું છે અને તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. 

3 મેચોની સિરીઝની બીજી વનડે 26 માર્ચે પુણેમાં રમાશે. મહત્વનું છે કે ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 66 રને પરાજય આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news