શુભમન ગિલની ફરી તોફાની સદી: કર્ણાટકનો 4 રને પરાજય થયો

શુભમનગિલ વર્લ્ડકપ દરમિયાન પણ આક્રમક પ્રદર્શ કરી ચુક્યો છે: શુભમને 6 છગ્ગા ફટકારીને યુવરાજ અને હરભઝનનાં રેકોર્ડની બરાબરી કરી

શુભમન ગિલની ફરી તોફાની સદી: કર્ણાટકનો 4 રને પરાજય થયો

અલુર : અંડર -19 વર્લ્ડકપમં મેન ઓફ ધ સીરિઝ રહેલા શુભમન ગિલનું બેટ સતત આગ વરસાવી રહ્યું છે. વર્લ્ડકપ બાદ હવે વિજય હજારે ટ્રોફીમાં શુભમન ગિલ પોતાનાં બેટનો જાદુ ચલાવી રહ્યા છે. તેનાં અણનમ 123 રનનાં દમ પર પંજાબનાં વિજય હજારે ટ્રોફી વન ડે ટૂર્નામેન્ટ ગ્રુપ એની રોમાંચક મેચમાં કર્ણાટકને ચાર રનથી પરાજય આપ્યો હતો. ખરાબ હવામાનનાં કારણે 42 ઓવરની આ મેચમાં ટોસ જીતીની પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલ પંજાબે 3 વિકેટમાં 269 રન બનાવ્યા હતા.

આ લક્ષ્યાંકને પ્રાપ્ત કવરા માટે ઉતરેલી કર્ણાટકની ટીમ લોકેશ રાહુલનાં 107 રન છતા પણ 42 ઓવરમાં આઠ વિકેટે 265 રન જ બનાવી શકી હતી. ગિલે 122 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. મેચનાં પહેલા બોલમાં જ મનન વોહરાની વિકેટ પડ્યા બાદ તેણે મનદીપ સિંહ (64) સાથે બીજી વિકેટે 125 રનની ભાગીદારી નિભાવી હતી. કેપ્ટન યુવરાજ સિંહે 36અને ગુરકિરતે અણનમ 35 રન ફટકાર્યા હતા. કર્ણાટક માટે કેપ્ટન વિનય કુમારે બે વિકેટ ઝઢપી હતી. કર્ણાટક તરફથી લોકેશ રાહુલે 91 બોલમાં સદી ફઠકારી હતી. જેમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પવન દેશપાંડેએ 53 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે સિદ્ધાર્થ કૌલને ત્રણ અને બરિંદર સરને બે વિકેટ ઝડપી હતી.

શુભમને આ મેચમાં શાનદાર બેટિંગ કરતા 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે આ મુદ્દે યુવરાજ અને હરભઝન જેવા ખેલાડીઓની બરાબરી કરી લીધી હતી. વિજય હજારે ટ્રોફીમાં પંજાબની તરફથી એક રમતમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ અત્યાર સુધી યુવરાજ અને હરભજનનાં નામે છે. હરભજને 2014-15માં એક દાવમાં ગુજરાત વિરુદ્ધ 6 છગ્ગા લગાવ્યા હતા. યુવરાજે 2015-16માં મુંબઇ વિરુદ્ધ 5 છગ્ગા ફટકાર્યા હતા. કર્ણાટક વિરુદ્ધ શુભમને આજે 6 છગ્ગા ફટકાર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news