શુભમન ગિલ ક્યારે કરશે લગ્ન ? મળી ગયો જવાબ...ટીમ ઈન્ડિયાના 'પ્રિન્સે' લાઈવ ટીવી પર કહી દિલની વાત
Shubman Gill : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં જ્યારે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ ટોસ માટે આવ્યો ત્યારે ડેની મોરિસને તેને એવો સવાલ પૂછ્યો જેનાથી તે શરમાઈ ગયો. હકીકતમાં શુભમનના લુક્સના વખાણ કરતા મોરિસને તેને લગ્ન વિશે પૂછ્યું હતું.
Trending Photos
Shubman Gill : IPL 2025ની 39મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 55 બોલમાં 90 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટથી 10 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. જો કે, શુભમન IPLમાં તેની પાંચમી સદી ફટકારી શક્યો નહોતો.
શુભમન શરમાઈ ગયો
બેટિંગ કરતા પહેલા શુભમન ટોસ દરમિયાન પોતાના જવાબથી ચર્ચામાં આવ્યો હતો. ટોસ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેની મોરિસને તેને એક વિચિત્ર સવાલ પૂછ્યો હતો. આ જોઈને શુભમન શરમાઈ ગયો હતો. ડેની મોરિસને તેને પૂછ્યું કે, તમે સારા દેખાઈ રહ્યા છો, શું ટૂંક સમયમાં લગ્નની શરણાઈ વાગવાની છે ?" શું તમે લગ્ન કરી રહ્યા છો?" આ અણધાર્યા સવાલ પર ગિલ શરમાઈ ગયો હતો અને પછી જવાબ આપ્યો હતો કે, "ના, એવું કંઈ નથી."
સારા સાથે નામ જોડાયું હતું
આ સવાલ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શુભમન ઘણા સમયથી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. આ અંગે બંનેએ ક્યારેય સત્તાવાર રીતે કશું કહ્યું નથી. શુભમન અને સારાના ડેટિંગના સમાચારોએ ઘણી ચર્ચા જગાવી હતી. હાલમાં જ એ વાત સામે આવી છે કે બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
શુભમનનું પ્રદર્શન
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના કેપ્ટન ગિલે શાનદાર બેટિંગ કરી છે. તેણે 8 મેચની 8 ઇનિંગ્સમાં 305 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 43.57 અને સ્ટ્રાઈક રેટ 153.26 રહી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 અડધી સદી ફટકારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે