રોહિત અને વિરાટ 2027ના વર્લ્ડ કપમાં રમશે ? નવા ODI કેપ્ટન શુભમન ગિલે આપ્યો જવાબ

Shubman Gill : ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો 2027ના ODI વર્લ્ડ કપ માટે યુવા ક્રિકેટરોનો મજબૂત પૂલ વિકસાવવામાં વ્યસ્ત છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આ દરમિયાન, ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલે અચાનક પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે.

રોહિત અને વિરાટ 2027ના વર્લ્ડ કપમાં રમશે ? નવા ODI કેપ્ટન શુભમન ગિલે આપ્યો જવાબ

Shubman Gill : વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલે પોતાનું નિવેદન આપ્યું છે. શુભમન ગિલે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 વર્લ્ડ કપમાં રમશે. શુભમન ગિલનું નિવેદન સાંભળીને લાખો ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ જશે.

રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપમાં રમશે ?

Add Zee News as a Preferred Source

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ પહેલા શુભમન ગિલે 2027 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની યોજનાઓની ચર્ચા કરી. શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો. ટીમ ઇન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ક્રિકેટ ચાહકોને ખાતરી આપી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના ODI વર્લ્ડ કપની રેસમાં છે.

શુભમન ગિલે આપ્યો જવાબ 

શુભમન ગિલે ક્રિકેટ સ્પષ્ટ કર્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ભારતની યોજનાઓનો ભાગ રહેશે. વધુમાં આ બંને દિગ્ગજ 2027 ODI વર્લ્ડ કપની રેસમાં છે. શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "ખૂબ ઓછા ખેલાડીઓ પાસે રોહિત અને વિરાટ જેવો અનુભવ અને પ્રતિભા છે. ખૂબ ઓછા ખેલાડીઓએ ભારત માટે આટલી બધી મેચ જીતી છે. મને લાગે છે કે દુનિયામાં ખૂબ ઓછા ખેલાડીઓ પાસે આ પ્રકારની પ્રતિભા, ગુણવત્તા અને અનુભવ છે. તેઓ 2027 ODI વર્લ્ડ કપની રેસમાં છે."

"રોહિત શર્માની જેમ ડ્રેસિંગ રૂમમાં શાંત માહોલ જાળવવાનો પ્રયાસ કરીશ"

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ભારતીય બેટ્સમેન હવે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. શુભમન ગિલે જણાવ્યું કે તે રોહિત શર્માની જેમ ડ્રેસિંગ રૂમમાં શાંત માહોલ જાળવવાનો પ્રયાસ કરશે. 

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ ફક્ત વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ રમે છે. આજકાલ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની હાજરી જાળવી રાખવી એ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે એક મહત્વપૂર્ણ પડકાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news