ગુવાહાટી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, મેચ વિનર ખેલાડીના રમવા પર શંકા !

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં રમાઈ હતી. ભારતીય ટીમ હવે 22 નવેમ્બરથી ગુવાહાટીમાં બીજી ટેસ્ટ રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે, કારણ કે મેચ વિનર ખેલાડીના રમવાની શક્યતા ઓછી છે.  

ગુવાહાટી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, મેચ વિનર ખેલાડીના રમવા પર શંકા !

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 22 નવેમ્બરે ગુવાહાટીમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના બીજી ટેસ્ટમાં રમવા પર શક્યતા ઓછી છે. મીડિયા અહેવાલ અનુસાર, ગુવાહાટી ટેસ્ટમાં ગિલના રમવાની શક્યતા 50-50 માનવામાં આવી રહી છે.

ગુવાહાટી ટેસ્ટ પહેલા ખરાબ સમાચાર

Add Zee News as a Preferred Source

શુભમન ગિલની ગુવાહાટી ટેસ્ટમાં રમવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ટીમ ઈન્ડિયા બુધવારે ગુવાહાટી માટે રવાના થશે, શુભમન ગિલ ટીમ ઈન્ડિયા સાથે મુસાફરી કરે તેવી શક્યતા છે. ગિલ પર હાલમાં તબીબી ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે અને તે નિરીક્ષણ હેઠળ છે. ભારતના પ્રથમ દાવમાં માત્ર ત્રણ બોલ રમ્યા બાદ ગિલની ગરદનમાં સમસ્યા થઈ હતી અને તે રિટાયર હર્ટ થયો હતો.

નીતિશ રેડ્ડીને મળી શકે છે તક 

નીતીશ કુમાર રેડ્ડી શુભમન ગિલનું સ્થાન લઈ શકે છે. ગૌતમ ગંભીરે ગયા વર્ષે રેડ્ડી પર ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે. ગયા વર્ષે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમનો પણ ભાગ હતો. તેથી રેડ્ડીને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news