)
Smriti Mandhana: ડૉ. ડી વાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી નવી મુંબઈમાં 2 નવેમ્બરના રોજ ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025નો ફાઇનલ મુકાબલો રમાશે. જ્યાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સામનો દક્ષિણ આફ્રિકાની ટીમ સામે થશે. આ ફાઇનલ મેચમાં ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેને સુપરસ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાસેથી મોટી અપેક્ષાઓ છે. મંધાનાની આ મેચમાં મોટી ભૂમિકા રહેવાની છે. વર્લ્ડ કપ 2025 સમાપ્ત થયા બાદ મંધાના ખૂબ મોટો નિર્ણય લેવા જઈ રહી છે. જેનાથી તેના કરોડો ચાહકોના દિલ તૂટી શકે છે.
સ્મૃતિ મંધાના જલ્દી લેવાની છે મોટો નિર્ણય
રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડ કપ 2025 પછી ભારતીય મહિલા ટીમની સુપરસ્ટાર સ્મૃતિ મંધાના લગ્ન કરી શકે છે. આ લગ્ન મંધાનાના વતન સાંગલીમાં થઈ શકે છે. જ્યાં હાલમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહેવાલો મુજબ, આ લગ્નની શરૂઆત 20 નવેમ્બરથી થઈ શકે છે. આ લગ્નમાં ક્રિકેટ અને બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓ જોવા મળશે. પલાશ મુચ્છલ અને મંધાનાની મુલાકાત એક ઇવેન્ટ દરમિયાન થઈ હતી. જે પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછીથી તે પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા દિવસો પહેલા જ બંનેએ સોશિયલ મીડિયા પર વર્ષગાંઠ પણ ઉજવી હતી. આ કપલ વિશે ચાહકોમાં પણ ચર્ચા થતી રહે છે. સ્મૃતિને 'નેશનલ ક્રશ' પણ કહેવામાં આવે છે, તેથી લગ્નના સમાચાર સાંભળીને તેના ઘણા ચાહકોનું દિલ તૂટી શકે છે.
બેટથી ધમાલ મચાવી રહી છે મંધાના
ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025માં અત્યાર સુધી સ્મૃતિ મંધાનાએ 8 મેચોમાં 55.57ની શાનદાર એવરેજથી 389 રન બનાવ્યા છે. આ દરમિયાન મંધાનાનો સ્ટ્રાઈક રેટ 102.37 રહ્યો છે. મંધાનાએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 9 ગગનચુંબી છગ્ગા માર્યા છે. મંધાનાએ આ ટુર્નામેન્ટમાં 1 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે. મંધાનાના બોયફ્રેન્ડની બહેન અને પ્રખ્યાત ગાયિકા પલક મુચ્છલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્મૃતિ મંધાનાને પરિવારનો ભાગ ગણાવીને તેને પોતાની બહેન જેવી ગણાવી હતી. મંધાના ક્રિકેટની બહાર પણ ચાહકોની ફેવરિટ છે.