સૌરવ ગાંગુલીથી થઈ ગઈ ભુલ, જાહેરમાં માફી માગી ભજ્જીની

હરભજનની ફોટો પર એવું શું કહ્યું ગાંગુલીએ કે તરત વાળી લેવી પડી વાત 

Updated By: Nov 21, 2017, 05:01 PM IST
સૌરવ ગાંગુલીથી થઈ ગઈ ભુલ, જાહેરમાં માફી માગી ભજ્જીની
હરભજન સિંહે પોતાના એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી. તસવીર : ટ્વિટર

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન્સમાં શામેલ સૌરવ ગાંગુલી અને ટીમ ઇન્ડિયાના ટર્બનેટર નામથી લોકપ્રિય હરભજન સિંહ લાંબા સમય સુધી ટીમ માટે રમ્યા છે. હરભજન સિંહ પોતે માને છે કે તેની કરિયરમાં દાદા એટલે કે સૌરવ ગાંગુલીનું મોટું યોગદાન છે. હકીકતમાં સૌરવની કેપ્ટનશીપમાં જ ભજ્જીને ટર્બનેટરનું ઉપનામ મળ્યું હતું. હવે સૌરવ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે અને હરભજન બહુ લાંબા સમયથી ટીમની બહાર છે. 

આ સંજોગોમાં એક તસવીરને કારણે દાદાએ સોશિયલ મીડિયા પર જાહેરમાં હરભજન સિંહની માફી માગવી પડી હતી. હકીકતમાં હરભજને ગોલ્ડન ટેમ્પલની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં તે પત્ની ગીતા બસરા અને દીકરી સાથે જોવા મળે છે. 

સૌરવ ગાંગુલીએ ભજ્જીને આ પોસ્ટ માટે શુભેચ્છા આપી પણ ગરબડ કરી દીધી. સૌરવે લખ્યું કે, દીકરો બહુ સુંદર છે ભજ્જી, બહુ પ્રેમ આપજે. 

જોકે, જેવો એને અહેસાસ થયો કે હરભજન સિંહને દીકરો નહીં પણ દીકરી છે કે તરત તેણે ભજ્જીની માફી માગી લીધી. દાદાએ લખ્યું કે માફ કરના ભજ્જી પણ દીકરી બહુ સુંદર છે, બિલકુલ જુના ભજ્જી જેવી. દાદાના એ ટ્વિટનો જવાબ વાળતા હરભજને તરત ટ્વિટ કર્યું કે શુભકામના માટે ધન્યવાદ અને આશા છે કે બહુ જલ્દી મળી શકીશું. 

હરભજન અને તેના પરિવારની આ તસવીર પર સોશિયલ મીડિયામાં પણ હજારો ચાહકોએ શુભેચ્છા આપી છે.