Latest Update on Sourav Ganguly Health: Woodlands Hospital માંથી ડિસ્ચાર્જ થયા દાદા, ડોક્ટરોનો માન્યો આભાર 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ (BCCI President Sourav Ganguly) સૌરવ ગાંગુલીને આજે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. અનેક ડોક્ટરોની ટીમે સંપૂર્ણ તપાસ બાદ તેમને ડિસ્ચાર્જ કર્યા. આ શુભ સમાચારથી દાદાના ફેન્સ ખુબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. 

Updated By: Jan 7, 2021, 01:43 PM IST
Latest Update on Sourav Ganguly Health: Woodlands Hospital માંથી ડિસ્ચાર્જ થયા દાદા, ડોક્ટરોનો માન્યો આભાર 

કોલકાતા: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ (BCCI President Sourav Ganguly) સૌરવ ગાંગુલીને આજે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. અનેક ડોક્ટરોની ટીમે સંપૂર્ણ તપાસ બાદ તેમને ડિસ્ચાર્જ કર્યા. આ શુભ સમાચારથી દાદાના ફેન્સ ખુબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે. 

દાદા બોલ્યા-આભાર
સૌરવ ગાંગુલીએ વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ત્યાં હાજર ફેન્સનું અભિવાદન સ્વીકાર્યું. દાદાએ કહ્યું કે હું આ હોસ્પિટલના ડોક્ટર્સની સારવાર બદલ તેમનો આભાર માનું છું, હું બિલકુલ ઠીક છું. 

એક દિવસ બાદ થયા ડિસ્ચાર્જ
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને 6 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. પરંતુ બીસીસીઆઈ અધ્યક્ષે સુરક્ષા કારણોસર એક દિવસ વધુ હોસ્પિટલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ તેમના ડિસ્ચાર્જ થવાની તારીખ એક દિવસ માટે ટળી ગઈ. 

છાતીમાં દુ:ખાવાની ફરિયાદ
2 જાન્યુઆરીના રોજ દાદાની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. તેમને છાતીમાં દુખાવો, ચક્કર આવવા અને બ્લેકઆઉટ થવાની ફરિયાદ બાદ વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફેન્સ સતત તેમના સ્વાસ્થ્ય અંગે દુઆઓ કરી રહ્યા હતા. 

વુડલેન્ડન્સ હોસ્પિટલ બહાર ફેન્સ
વુડલેન્ડ્સ હોસ્પિટલ બહાર સૌરવ ગાંગુલાના ચાહકો ભેગા થઈ ગયા હતા અને દાદાના બહાર આવવાની રાહ જોતા હતા. અનેક ફેન્સ હાથમાં  પ્લેકાર્ડ્સ લઈને જોવા મળ્યા હતા. જેના પર લખ્યું હતું 'ગેટ વેલ સૂન'. 

દિગ્ગજ નેતાઓએ પૂછ્યા હાલચાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સહિત અનેક મોટા લોકોએ ફોન કરીને ગાંગુલી(Sourav Ganguly)ના હાલચાલ પૂછ્યા હતા. ગાંગુલીએ પીએમ મોદીને કહ્યું હતું કે તેઓ હવે સારું મહેસૂસ કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમના પત્ની ડોના સાથે પણ વાત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીMamata Banerjee) એ હોસ્પિટલમાં દાદાની મુલાકાત કરી હતી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube