સા.આફ્રિકાએ પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો, કારણ જાણીને નવાઈ લાગશે

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી છે. તેણે ભારત પ્રવાસ બાદ આગામી મહિને પ્રસ્તાવિત 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટેનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. પ્રવાસ રદ કરવા પાછળ દક્ષિણ આફ્રિકાએ ખેલાડીઓ પર પડતા વર્કલોડનું કારણ આગળ ધર્યુ છે. 

Updated By: Feb 14, 2020, 09:07 PM IST
સા.આફ્રિકાએ પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો, કારણ જાણીને નવાઈ લાગશે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી છે. તેણે ભારત પ્રવાસ બાદ આગામી મહિને પ્રસ્તાવિત 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટેનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. પ્રવાસ રદ કરવા પાછળ દક્ષિણ આફ્રિકાએ ખેલાડીઓ પર પડતા વર્કલોડનું કારણ આગળ ધર્યુ છે. 

ઈએસપીએનક્રિકઈન્ફોના જણાવ્યાં મુજબ આ પ્રવાસનું આયોજન હવે પછી એવા કોઈ સમયે કરાશે કે જે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસે) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) માટે યોગ્ય સમય મુજબ હોય. 

દક્ષિણ આફ્રિકા ભારત પ્રવાસ દરમિયાન 12થી 18 માર્ચ સુધી 3 વનડે મેચોની સિરીઝ રમ્યા બાદ પાકિસ્તાનના પ્રવાસે જવાનું હતું. જ્યાં રાવલપિંડીમાં તેણે 3 ટી20 મેચોની સિરીઝ રમવાની હતી. 

જુઓ LIVE TV

દક્ષિણ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડથી ચાર મેચોની ટેસ્ટ અને ત્રણ મેચોની વનડે સિરીઝ બાદ હવે ટી20 સિરીઝ રમી રહી છે. ટીમ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની મેજબાની કરવાની છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ ઉપરાંત એટલી જ ટેસ્ટ મેચ રમવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર