India Vs England Test Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2024માં 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાવાની છે. આ માટે ઈંગ્લેન્ડની ટીમે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં 19 વર્ષના ખેલાડીને જગ્યા આપવામાં આવી છે. ઈંગ્લેન્ડે આવતા મહિને ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં 4 સ્પિનરોની પસંદગી કરવામાં આવી છે જેમાં ટોમ હાર્ટલી અને બશીરની સ્પિન જોડી પણ સામેલ છે. આ બંને ખેલાડીઓએ ટીમ માટે ડેબ્યુ કર્યું નથી. ઓફ સ્પિનરો હાર્ટલી અને બશીર બંને ઈંગ્લેન્ડ લાયન્સ ટીમનો ભાગ હતા, જેણે ગયા મહિને યુએઈમાં તાલીમ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીને મળ્યો મોટો મોકો:
ઈંગ્લેન્ડે 19 વર્ષીય ખેલાડીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીનું નામ રેહાન અહેમદ છે. તમને જણાવી દઈએ કે રેહાને ગત વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન પોતાની ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તે જ સમયે, સમરસેટ તરફથી રમતા 20 વર્ષીય બશીરે આ વર્ષે જૂનમાં ડેબ્યૂ કર્યા બાદ 6 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 વિકેટ ઝડપી છે. સ્પિનર ​​જેક લીચને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. લીચ પીઠની ઈજામાંથી સાજો થઈ ગયો છે.



 


આ નામો અનકેપ્ડ ખેલાડીઓમાં પણ સામેલ છે:
છેલ્લી કાઉન્ટી ચેમ્પિયનશિપ સીઝનની 5 મેચોમાં 20.20ની સરેરાશથી 20 વિકેટ લઈને પોતાની ટીમને સતત બીજું ટાઈટલ જીતવામાં મદદ કરનાર ગુસ એટકિન્સનનો પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શોએબ બશીર અને ટોમ હાર્ટલી પછી આ ટીમમાં જોડાનાર તે ત્રીજો અનકેપ્ડ ખેલાડી છે.


બેન સ્ટોક્સ-
વર્લ્ડ કપ બાદ ઘૂંટણની સર્જરી કરાવનાર બેન સ્ટોક્સ ટીમનો કેપ્ટન રહેશે. જો કે આ ઓલરાઉન્ડર બોલિંગ કરે છે કે નહીં તે જોવું રહ્યું. એશિઝ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલા વિકેટકીપર બેટ્સમેન બેન ફોક્સની ટીમમાં વાપસી થઈ છે. ટીમમાં અનુભવી જેમ્સ એન્ડરસન, ઓલી રોબિન્સન, એટકિન્સન અને માર્ક વુડ ચાર ઝડપી બોલર છે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી શરૂ થશે.


ભારતની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ-
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.


ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ:
પ્રથમ ટેસ્ટ- 25 થી 29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટ- 2 થી 6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ- 15 થી 19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ- 23 થી 27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ- 7 થી 11 માર્ચ, ધર્મશાલા


(એજન્સી ઇનપુટ સાથે)