Sri Lanka vs Pakistan : જોખમ છતાં પાકિસ્તાનના પ્રવાસે જશે શ્રીલંકાની ટીમ

શ્રીલંકા(Sri Lanka) અને પાકિસ્તાન(Pakistan) વચ્ચેની આ શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરના(27 September) રોજ રમાશે. શ્રીલંકા ક્રિકેટે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે દેશના સંરક્ષણ મંત્રાલય પાસેથી દરેક પ્રકારની મંજુરી મળી ગઈ છે. પદાધિકારીઓ પણ ટીમની સાથે જશે. પાકિસ્તાનની સરકારે શ્રીલંકાની ટીમને વધુ સુરક્ષા પ્રદાન કરવા બાહેંધરી આપી છે. 

Sri Lanka vs Pakistan : જોખમ છતાં પાકિસ્તાનના પ્રવાસે જશે શ્રીલંકાની ટીમ

કોલંબોઃ શ્રીલંકા અને પાકિસ્તાન (Sri Lanka vs Pakistan) વચ્ચે પ્રસ્તાવિત ક્રિકેટ શ્રેણી(Cricket Series) પર ઘેરાયેલા શંકાના વાદળો દૂર થઈ ગયા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પર આતંકવાદી હુમલાની(Terror Attack) આશંકા હોવા છતાં પોતાની ટીમને પાકિસ્તાનના પ્રવાસે જવા દેવાની મંજુરી આપી છે. શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છ મેચ રમશે. જેમાં 3 ટી20 અને 3 વનેડે મેચનો સમાવેશ થાય છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આ શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરના રોજ રમાશે. 

શ્રીલંકા ક્રિકેટે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે દેશના સંરક્ષણ મંત્રાલય પાસેથી દરેક પ્રકારની મંજુરી મળી ગઈ છે. પદાધિકારીઓ પણ ટીમની સાથે જશે. પાકિસ્તાનની સરકારે શ્રીલંકાની ટીમને વધુ સુરક્ષા પ્રદાન કરવા બાહેંધરી આપી છે. 

ગયા અઠવાડિયે એવો રિપોર્ટ આવ્યો હતો કે, પાકિસ્તાનના પ્રવાસે જનારી શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થઈ શકે છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના નિવેદન અનુસાર સંરક્ષણ મંત્રાલયે આ રિપોર્ટ ની તપાસ કરી છે અને કોઈ પણ ગુપ્તચર એજન્સીએ આ પ્રકારના હુમલાની આશંકા વ્યક્ત કરી નથી. જોકે, પાકિસ્તાનના પ્રવાસે જનારી શ્રીલંકાની ટીમમાં તેના 10 મુખ્ય ખેલાડી નહીં હોય, કેમ કે તેમણે આતંકવાદી હુમલાના ડરે આ પ્રવાસે ન જવાનો નિર્ણય લીધો છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પર લાહોરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 6 ખેલાડી ઘાયલ થયા હતા અને 6 પાકિસ્તાની પોલીસ કર્મચારીનાં મોત થયા હતા. આ હુમલા પછી પાકિસ્તાનની ટીમે ઘરેલુ મેદાન પર એક પણ ટેસ્ટ શ્રેણી રમી નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news