BCCI એ ચેતેશ્વર પુજારા દ્વારા લોકોને કરી અપીલ, જાણો શું કહ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને તેના માટે તેને ભારતીય વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું ઉદાહરણ આપ્યું છે.

BCCI એ ચેતેશ્વર પુજારા દ્વારા લોકોને કરી અપીલ, જાણો શું કહ્યું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને તેના માટે તેને ભારતીય વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું ઉદાહરણ આપ્યું છે. બીસીસીઆઇએ ટ્વિટર પર ચેતેસ્વ્હર પુજારાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે ''પુજારા પરિવારની માફક તમે પણ પોતાના ઘરોમાં જ રહો.''

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ પહેલાં કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેમનો અડધો સમય પુત્રીની દેખભાળમાં પસાર થઇ જાય છે. બીસીસીઆઇએ પુજારાના ઉદાહરણ એટલા માટે આપ્યું જેથી લોકો આ બેટ્સમેન પાસેથી પ્રેરણા લઇ શકે. 

— BCCI (@BCCI) March 29, 2020

કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સરકારે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન (Lockdown) કરી દીધું છે. અને આ દરમિયાન પુજારા સહિત તમામ ક્રિકેટર પોતપોતાની રીતે ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. પુજારાએ કહ્યું હતું કે ''મારા માટે આ ફેરફાર સ્વાગત યોગ્ય છે. હું અત્યારે પોતાની સાથે સમય વિતાવી રહ્યો છું. જ્યારે પણ હું એકલો હોવ છું તો પુસ્તક વાંચું છું અને ટીવી જોવાનું પસંદ કરું છું. 

મારે એક પુત્રી છે જે હંમેશા રમવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે. મારો મોટાભાગનો સમય પુત્રીની દેખભાળમાં પસાર થઇ જાય છે. હું રોજ કામમાં પત્નીને મદાદ કરું છું. પુજારાએ તમામ દેશવસીઓને ઘરમાં જ રહેવાની અપીલ કરી અને કહ્યું કે તેમને કોઇની સાથે હાથ મિલાવવો ન જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news