બોલ ટેમ્પરિંગઃ સ્મિથ બોલ્યો - પ્રતિબંધ વિરુદ્ધ નહીં કરુ અપીલ, મને સજા સ્વીકાર

સ્મિથે પોતાના એક ટ્વીટમાં કહ્યું, હું આ ઘટનાને ભૂલવા અને પોતાના દેશના ક્રિકેટમાં ફરીથી પ્રતિનિધિત્વ કરવા માટે ગમે તે કરીશ.

 બોલ ટેમ્પરિંગઃ સ્મિથ બોલ્યો - પ્રતિબંધ વિરુદ્ધ નહીં કરુ અપીલ, મને સજા સ્વીકાર

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે બોલ ટેમ્પરિંગ મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા લગાવેલા 12 મહિનાના પ્રતિબંધ વિરુદ્ધ અપીલ નહીં કરે. સ્મિથે બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. 

સ્મિથે પોતાના એક ટ્વીટમાં કહ્યું, હું આ ઘટનાને ભૂલવા અને પોતાના દેશના ક્રિકેટમાં ફરીથી પ્રતિનિધિત્વ કરવા માટે ગમે તે કરીશ. મેં જે કહ્યું, હું તે વાતનું મૂલ્ય રાખુ છું અને ટીમના કેપ્ટનના રૂપમાં આ ઘટનાની જવાબદારી સ્વીકારૂ છું. 

પોતાના ટ્વીટમાં સ્મિથે કહ્યું, હું આ પ્રતિબંધ વિરુદ્ધ અપીલ  નહીં કરૂ. સીએએ આ પ્રતિબંધ એક મોટો સંદેશ આપવા માટે લગાવ્યો છે અને મેં તેને  સ્વીકાર કર્યો છે. 

— Steve Smith (@stevesmith49) April 4, 2018

સ્મિથ તરફથી આ પ્રતિબંધનો સ્વીકાર કરવાનો અર્થ છે કે તે એપ્રિલ 2019માં ક્રિકેટ જગતમાં વાપસી કરી શકશે. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં સ્મિથ, પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગ માટે દોષિત સાબિત થયા હતા. આ ઘટનાની તપાસ બાદ સ્મિથ તથા વોર્નર પર 12 મહિનાનો પ્રતિબંધ અને બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

બીજીતરફ પોતાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું અનુકરણ કરતા બેનક્રોફ્ટે પણ પ્રતિબંધ વિરુદ્ધ અપીલ ન કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ પ્રમાણે બેનક્રોફ્ટે એક ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. 

— Cameron Bancroft (@cbancroft4) April 4, 2018

બેનક્રોફ્ટે કહ્યું, આજે (બુધવાર) મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે દસ્તાવેજી કામ પૂરૂ કર્યું છે અમે હું સ્વયં પર લાગેલા પ્રતિબંધનો સ્વીકાર કરી રહ્યો છું. હું આ મામલાને પાછળ છોડવા અને ઓસ્ટ્રેલિયાની જનતાનો વિશ્વાસ જીતવા માટે ગમે તે કરીશ. મારૂ સમર્થન કરનારા તમામ લોકોનો આભાર. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news