HISTORY OF INDIAN HOCKEY: એકવાર અંગ્રેજોએ ભારતીયોના હાથમાં હૉકી સ્ટીક આપી, પછી જે થયું એ ઈતિહાસ છે...!

ભારત માટે હૉકી ઓલિમ્પિકમાં સૌથી સફળ રમત રહી છે. ભારતીય હૉકી ટીમે ઓલિમ્પિકમાં અત્યારસુધીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1960 અને 1990ના એલિમ્પિકમાં ભારતની હૉકી ટીમે દેશને ગોલ્ડ અપાવ્યો છે.

Updated By: Jul 14, 2021, 10:40 AM IST
HISTORY OF INDIAN HOCKEY: એકવાર અંગ્રેજોએ ભારતીયોના હાથમાં હૉકી સ્ટીક આપી, પછી જે થયું એ ઈતિહાસ છે...!
Photo: Indian national hockey team for 1928 Olympics

યશ કંસારા, અમદાવાદઃ અંગ્રેજોએ જ્યારથી ભારતીયોના હાથમાં હૉકી સ્ટીક આપી. ત્યારથી જ ભારતીયો આ ખેલમાં સારું રમી રહી છે. ઓલિમ્પિકમાં પણ ભારતના પૂર્વ હૉકી પ્લેયર મેજર ધ્યાન ચંદ અને બલબિર સિંહ જેવા ખેલાડીઓનો પોતાના સમયમાં દબદબો રહ્યો છે. તો પછી એવું શું થયું કે ભારત 1980 પછી એક પણ મેડલ નથી મેળવી શક્યું.

ગામમાં આપમેળે પડી ગયા મોટા સિંકહોલ જેવા 100 ખાડા! સરકાર પણ બગવાઈ ગઈ, જુઓ શું થઈ ગામની હાલત

ભારત માટે હૉકી ઓલિમ્પિકમાં સૌથી સફળ રમત રહી છે. ભારતીય હૉકી ટીમે ઓલિમ્પિકમાં અત્યારસુધીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1960 અને 1990ના એલિમ્પિકમાં ભારતની હૉકી ટીમે દેશને ગોલ્ડ અપાવ્યો છે. પરંતુ. પાછલા 9 ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ કોઈ મેડલ નથી મેળવી શક્યું. અને છેલ્લા 41 વર્ષથી ભારતીય હૉકીના ફેન્સ અને ખેલાડીઓ હૉકીમાં ઓલિમ્પિક મેડલની રાહ જોઈ રહ્યા છે. ત્યારે, આ વર્ષે મહિલા અને પુરુષ હૉકીની ટીમને જોતા તેમના તરફથી આશા બંધાઈ છે.

મેજર ધ્યાન ચંદનો કમાલઃ
1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડી ધ્યાન ચંદ ટોપ સ્કોરર રહ્યા હતા. અને ફાઈનલમાં તેમની હેટ્રિકના કારણે બ્રિટીશ ઈન્ડિયાની ટીમે જીત મેળવી. 1932માં પણ ભારતીય હૉકી ટીમે પોતાનો જાદુ બતાવ્યો અને 1936 બર્લિન ઓલિમ્પિકમાં પણ ધ્યાન ચંદના કમાલથી ભારતીય ટીમે ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવી હતી. 1936ના ઓલિમ્પિકમાં ભારતીય ટીમે જર્મનીને પોતાના ઘરઆંગણે 8-1થી કચડ્યું હતું.

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

બલબીર સિંહે ભારતનો દબદબો રાખ્યો યથાવત:
ત્યારપછી 1940 અને 1944માં વર્લ્ડ વોરના કારણે ઓલિમ્પિક નહોતી યોજાઈ. ત્યારબાદ ભારત આઝાદ થયું હતું. પરંતું, આઝાદ ભારતની ટીમમાં જુના ખેલાડી જે ઓલિમ્પિક રમી ચુક્યા હતા. તે કોઈ હાજર ન હતા અને આઝાદ ભારતની હૉકી ટીમ અનુભવહીન હતી. પરંતું, જોશથી ભરપુર અને બલબીર સિંહ જેવા ટોચના ખેલાડીઓની મદદથી ભારત 1948, 1952 અને 1956માં ગોલ્ડ મેડલ જીત્યું હતું. 1960માં પાકિસ્તાનની હૉકી ટીમે ભારતની હૉકી ટીમની વિનિંગ સ્ટ્રીક રોકી. જોકે, 1964ના ઓલિમ્પિકમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

એસ્ટ્રોટર્ફ કોર્ટથી ભારત મુશ્કેલીમાં મુકાયું:
1976ના મોન્ટરિયાલ ઓલિમ્પિકમાં પ્રથમવાર હૉકી માટે એસ્ટ્રોટર્ફનો ઉપયોગ થયો. ભારત એસ્ટ્રોટર્ફ પર રમવા માટે તૈયાર ન હતું. જેના પગલે પ્રથમવાર ભારત 7માં ક્રમાંકે આવ્યું હતું. પરંતુ, 1980ના મોસ્કો ખાતેના ઓલિમ્પિકમાં ભારતે વાપસી કરી અને ગોલ્ડ મેડલ મેળવ્યો. જે ભારતના હૉકી ઓલિમ્પિકના ઈતિહાસનો અંતિમ ગોલ્ડ મેડલ હતો. એ મેડલ માત્ર અંતિમ ગોલ્ડ મેડલ નહીં પણ ભારતનો ઓલિમ્પિકમાં અંતિમ હૉકી મેડલ પણ હતો. એસ્ટ્રોટર્ફ પર રમવા માટે માત્ર ડ્રિબલિંગ, ડોજીંગ અને સ્કિલની જરૂર નહીં પણ તેના પર રમવા માટે સ્પિડ, પાવર અને ફિટનેશની પણ જરૂર પડે છે. જેમાં માત્ર ઈન્ડિયન નહીં પણ એશિયન ખેલાડીઓ પાછળ રહી ગયા.

જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ

હૉકીના નિયમોમાં ફેરફારઃ
1980 બાદ યુરોપિયન અને ઓસ્ટ્રેલિયન હૉકી ટીમે પોતાનો દબદબો બનાવ્યો. માત્ર એટલું જ નહીં પણ 1960 બાદ હૉકી રમવાના નિયમોમાં પણ ઘણો પરિવર્તન આવ્યો. જેમ કે 1960 બાદ રોલિંગ સબ્સટીટ્યૂટ પર કોઈ લિમીટ નથી રહી અને 1992 બાદ ઓફસાઈડનો નિયમ પણ કાઢી નાખવામાં આવ્યો. જ્યારે, 2014થી ગેમના ટાઈમાં પણ બદલાવ આવ્યોય પહેલાં 35 મિનિટના 2 હાફ રમાતા હતા. અને હવે 15 મિનિટના 4 ક્વોટર રમાઈ છે. એટલે 70 મિનિટની ગેમ હવે 60 મિનિટની થઈ છે. નિયમો બદલાતા ગયા પણ ભારતની ગેમ સુધરી નહીં. પરંતું, છેલ્લા ઘણા વર્ષોથી ભારતની ટીમ સારું હૉકી રમી રહી છે અને ઈન્ટરનેશનલ લેવલ પર પણ સારી રીતે રમી રહી છે.

બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

કોચ ગ્રાહમ રેડના આવવાથી બદલાઈ ગેમ:
એપ્રિલ 2019માં ગ્રાહમ રેડના ભારતીય ટીમના કોચ બન્યા બાદ. કેપ્ટન મનપ્રિત સિંહ અને તેમની ભારતીય ટીમ કઈ અલગ જ અંદાજમાં નજર આવી રહી છે. ગ્રાહમ રેડની કોચિંગ હેઠળ ભારત 29 મેચ રમ્યું છે. જેમાં, 22 મેચ જીત્યું, 4 મેચ હાર્યું છે અને 3 મેચ ડ્રો થઈ છે. પાછલા 2 વર્ષમાં ભારતે બેલજીયમ, અર્જન્ટીના, નેધરલેન્ડ, જર્મની જેવી મજબૂત ટીમોને હરાવી ચુકી છે. જેના પલગે મનપ્રિત સિંહ અને તેમના ટીમના ખેલાડીઓની ખૂદ પર વિશ્વાસ આવ્યો છે.

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

મહિલા અને પુરુષ હૉકી ટીમનું હાલનું ફોર્મઃ
હાલ ભારત વર્લ્ડ હૉકી રેન્કિંગમાં ચોથા ક્રમાંકે છે. પરંતું, કેપ્ટન મનપ્રિત જાણે છે કે તેમની ટીમનો રસ્તો આસાન નથી. પણ ભારતીય ખેલાડીના ફોર્મને જોતા આ વખતે ટીમ પાસેથી મેડલની આશા જાગી છે. જ્યારે, ભારતીય મહિલા હૉકી ટીમે પણ ઓલિમ્પિકમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. 2016ના ઓલિમ્પિક પછી ભારતીય હૉકી ટીમનું પ્રદર્શન સારું થતું જઈ રહ્યું છે. ભારતીય મહિલા હૉકીની ટીમે 2016માં એશિયન ચેમ્પિયનસ ટ્રોફી, 2017નો એશિયા કપ, 2018ના એશિયન ગેમ્સ ખાતે સિલ્વર મેડલ જીતી છે. જ્યારે, મહિલા હૉકી વર્લ્ડ કપમાં ક્વોર્ટરફાઈનલ સુધી પહોંચી હતી. ત્યારે, હવે બંને ભારતીય હોકી ટીમના ખેલાડીઓ ઓલિમ્પિકના મેડલ દુકાળનો અંત લાવવાનો પ્રયાસ કરવા તૈયાર છે.  

મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube