ટેસ્ટ ક્રિકેટમાં ગાવસ્કરના 50 વર્ષ પૂરા, અમદાવાદમાં BCCI એ કર્યું સન્માન

આજે ગાવસ્કરનું અમદાવાદમાં ખાસ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈ સચિવ જય શાહે ગાવસ્કરને આ ખાસ મોમેન્ટો આપ્યો હતો. 

ટેસ્ટ ક્રિકેટમાં ગાવસ્કરના 50 વર્ષ પૂરા, અમદાવાદમાં BCCI એ કર્યું સન્માન

અમદાવાદઃ 6 માર્ચ 2021નો દિવસ માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટોમાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. કારણ કે આજના દિવસે ભારતના પૂર્વ કેપ્ટન અને લિટિલ માસ્ટરના નામથી જાણીતા સુનીલ ગાવસ્કર 
(Sunil Gavaskar) ના ટેસ્ટ ક્રિકેટમાં 50 વર્ષ પૂરા થઈ ગયા છે. આ 50 વર્ષ બેમિસાલ રહ્યા છે. ગાવસ્કરે નિવૃતિ લીધાના વર્ષો થઈ ગયા છે. પરંતુ આજે પણ તે લાખો દિલો પર રાજ કરે છે. 70ના દાયકામાં જ્યારે ઓસ્ટ્રેલિયાની પાસે ડેનિસ લિલી અને જૈફ થોમસન, પાકિસ્તાનની પાસે સરફરાઝ નવાઝ અને ઇમરાન ખાન, વિન્ડિઝની પાસે એન્ડી રોબર્ટસ, મેલકમ માર્શલ જેવા ફાસ્ટ બોલર હતા. તે સમયમાં ભારતની પાસે સુનીલ ગાવસ્કરના રૂપમાં એક બેટ્સમેન હતા, જે આ બોલરોનો શાનદાર રીતે સામનો કરતા હતા. આ બેટ્સમેને પોતાની પ્રથમ સિરીઝમાં સાબિત કર્યુ. જ્યારે તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 4 ટેસ્ટમાં 774 રન બનાવ્યા. પર્દાપણ સિરીઝમાં 774 રન બનાવવાનો ગાવસ્કરનો રેકોર્ડ આજે પણ તૂટ્યો નથી. તેનાથી અંદાજ લગાવી શકાય કે તેઓ કેટલા મોટા કદના બેટ્સમેન હતા. 

બીસીસીઆઈએ કર્યુ સન્માન
સુનીલ ગાવસ્કરના ક્રિકેટ કરિયર સાથે અમદાવાદનું પણ ખાસ કનેક્શન છે. ગાવસ્કરે અહીં ટેસ્ટ કરિયરના 10 હજાર રન પૂરા કર્યા હતા. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે આજે ગાવસ્કરનું અહીં ખાસ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈ સચિવ જય શાહે ગાવસ્કરને આ ખાસ મોમેન્ટો આપ્યો હતો. 

The cricketing world paid tribute to the legendary former India Captain Mr. Sunil Gavaskar on the occasion of his 50th anniversary of his Test debut for India. @Paytm #INDvENG

— BCCI (@BCCI) March 6, 2021

ગાવસ્કરનું કરિયર
ગાવસ્કરને પ્રથમવાર 1971મા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે તે ટીમના કેપ્ટન અજીત વાડેકર ગતા. જેઓ ઘરેલૂ ક્રિકેટમાં પણ મુંબઈ તરફથી રમતે તે સમયના કેપ્ટન હતા. સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગાવસ્કર ઈજાને કારણે રમી શક્યા નહીં. ગાવસ્કરને પોર્ટ ઓફ સ્પેનમાં બીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી અને તેમણે આ તકનો ફાયદો ઉઠાવ્યો. તેમણે ટેસ્ટની બન્ને ઈનિંગમાં અડધી સદી ફટકારી અને ભારતે મેચ 7 વિકેટે જીતી હતી. જે આજ સુધી કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં 50 વર્ષ પૂરા થવા પર જ્યારે ગાવસ્કરને સવાલ કર્યો તો તેમણે કહ્યુ કે, આ સંપૂર્ણ રીતે કિસ્મતની રમત હતી. કારણ કે આ સિરીઝમાં સર્વકાલિન મહાન ખેલાડી સર ગારફીલ્ડ સોબર્સે બે વખત મારો કેચ છોડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news