કોહલીને કેપ્ટન પદે યથાવત રાખવા પર ગાવસ્કરે ઉઠાવ્યા સવાલ, કહ્યું- કઠપુતળી છે પસંદગીકાર

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર માને છે કે કોહલીને બીજીવાર કેપ્ટન પદ સોંપાતા પહેલા સત્તાવાર બેઠક કરવાની જરૂર હતી.   

Updated By: Jul 29, 2019, 04:34 PM IST
કોહલીને કેપ્ટન પદે યથાવત રાખવા પર ગાવસ્કરે ઉઠાવ્યા સવાલ, કહ્યું- કઠપુતળી છે પસંદગીકાર

નવી દિલ્હીઃ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદ પણ વિરાટ કોહલીને સ્વાભાવિક રીતે કેપ્ટન બનાવી રાખવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કર માને છે કે કોહલીને બીજીવાર સુકાન સોંપાતા પહેલા સત્તાવાર બેઠક કરવાની જરૂર હતી. મિડ-ડેમા પ્રકાશિત પોતાના લેખમાં ગાવસ્કરે લખ્યું છે, 'જો તેણે (પસંદગીકાર) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે કેપ્ટનની પસંદગી કોઈપણ બેઠક યોજ્યા વિના કરી દીધી છે તો તે સવાલ ઉઠે છે કે શું કોહલી કોહલી પોતાને કારણે ટીમનો કેપ્ટન છે કે પછી પસંદગી સમિતિની ખુશીને કારણે છે.'

ગાવસ્કરે લખ્યું, 'અમારી જાણકારી પ્રમામે તેની (કોહલી)ની નિમણૂંક વિશ્વ કપ સુધી જ હતી. ત્યારબાદ પસંદગીકારોએ આ મામલા પર બેઠક બોલાવવાની જરૂર હતી. તે અલગ વાત છે કે તે બેઠક પાંચ મિનિટ ચાલત પરંતુ તે કરવાની જરૂર હતી.'

એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી અખિલ ભારતીય પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે કોહલીને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન નિયુક્ત કર્યો છે. આ સિરીઝની શરૂઆત ફ્લોરિડામાં રમાનારા ટી20 મુકાબલા સાથે થશે. 

ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રચાયેલી પ્રશાસકોની સમિતિએ સ્પષ્ટ કરી દીધું કે, તે વિશ્વ કપમાં ટીમના પ્રદર્શન પર રિવ્યૂ બેઠક બોલાવશે નહીં પરંતુ આ વિશ્વ કપમાં ટીમના પ્રદર્શનને લઈને ટીમ મેનેજરના રિપોર્ટ પર વિચાર કરશે. 

ગાવસ્કરે પૂરા મામલાની મજાક ઉડાવતા લખ્યું કે, આખરે કોહલી કેમ પોતાના મનપ્રમાણે ટીમ પસંદ કરવાનો હક મેળવતો રહ્યો છે. 

ગાવસ્કરે લખ્યું, 'પસંદગી સમિતિમાં બેઠેલા લોકો કઠપુતળી છે. પુનઃનિયુક્તિ બાદ કોહલીને મીટિગંમાં ટીમને લઈને પોતાના વિચાર રાખવા માટે બોલાવવામાં આવ્યો હતો. પ્રક્રિયાને બાયપાસ કરવાથી તે સંદેશ ગયો કે઼ કેદાર જાધવ, દિનેશ કાર્તિકને ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા જ્યારે વિશ્વ કપ દરમિયાન અને તે પહેલા કેપ્ટને તે ખેલાડીઓ પર વિશ્વાસ કર્યો હતો અને પરિણામ થયું કે ટીમ ફાઇનલમાં ન પહોંચી શકી.'

બીસીસીઆઈના એક તબક્કાનું તે માનવું હતું કે 2023 વિશ્વ કપને ધ્યાનમાં રાખતા ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવો એક સારૂ પગલું હોઈ શકતું હતું અને તેનાથી આવનારા સમયમાં ટીમને ફાયદો થયો હોત.