એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી માટે સુનીતાને મળી ભારતીય ટીમની કમાન
સાઉથ કોરિયામાં આ મહિને આયોજીત એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ માટે ભારતીય મહિલા હોકી ટીમની કમાન અનુભવી ડિફેન્ડર સુનીતા લાકડાને સોંપવામાં આવી છે.
- 12 મેથી થશે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ
- રાનીને ટૂર્નામેન્ટમાંથી આપવામાં આવ્યો છે આરામ
- સુનીતા લાકડાને સોંપાઈ છે ટીમની કમાન
Trending Photos
નવી દિલ્હીઃ સાઉથ કોરિયામાં આ મહિને આયોજીત એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ માટે ભારતીય મહિલા હોકી ટીમની કમાન અનુભવી ડિફેન્ડર સુનીતા લાકડાને સોંપવામાં આવી છે. હોકી ઈન્ડિયાએ બુધવારે એક નિદેવન જારી કરી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે એચઆઈએ હાલમાં જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધી રાની મહિલા ટીમની કેપ્ટન રહેશે, પરંતુ તેને આ ટૂર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો છે.
રાનીને આરામ આપતા સુનીતા ટીમની કમાન સંભાળી રહી છે. દક્ષિણ કોરિયાના ડોંગાઈ શહેરમાં 13 મેથી આયોજીત થનારી એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ માટે જાહેર 18 સભ્યોવાળી ભારતીય ટીમમાં અનુભવી ગોલકીપર સવિતા વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. વર્ષ 2016માં ભારતીય ટીમે ચીનને ફાઇનલમાં હરાવીને એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ગત વર્ષે ચીનને હરાવીને ભારતે એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. આ વર્ષે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ 13 મેએ પોતાના અભિયાનની શરૂઆત જાપાન વિરુદ્ધ કરશે. સુનીતાએ કહ્યું, કોમનવેલ્થ ગેમ્સના સેમિફાઇનલમાં મળેલા પરાજયથી અમે નિરાશ છીએ. અમે જાણીએ છીએ કે અમારી પાસે મેડલ જીતવાનો મોકો હતો.
સુનીતાએ કહ્યું, અમારા તમામ કેમ્પમાં અત્યાર સુધી ફિટનેસ અને ઝડપ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. અમે તકને ગોલમાં ફેરવવા અને એટેક સુધારવા માટે વધુ મહેનત કરી રહ્યાં છીએ. આ ટીમમાં અનુભવી ખેલાડી વધુ છે અને તેની સાથે પ્રતિભાશાળી યુવા ખેલાડી પણ છે, જે આ ટાઇટલને બચાવવા માટે પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે