)
દુબઈઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ બાદ ICC મેચ રેફરી રિચી રિસર્ડસને ભારતના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને રાજનીતિક ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું છે. આ મુદ્દો ત્યારે ઉઠ્યો જ્યારે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 14 સપ્ટેમ્બરે ગ્રુપ-A મેચમાં મળેલી જીત બાદ પહેલગામ આતંકી હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ક્રિકેટર્સ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ આઈસીસીમાં ફરિયાદ કરી હતી.
સુનાવણીમાં મેચ રેફરીએ આપ્યું જ્ઞાન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ફરિયાદ બાદ સત્તાવાર સુનાવણીમાં આઈસીસી મેચ રેફરી રિચી રિચર્ડસને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપી ટિપ્પણી કરવાથી બચવાનું કહ્યું છે, જેને રાજનીતિક પ્રકૃતિની સમજી શકાય છે. તો સૂર્યકુમાર યાદવે રાજનીતિક નિવેદન આપવાના આરોપોને નકારતા ખુદને નિર્દોષ ગણાવ્યો છે. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે સૂર્યકુમાર યાદવ આજ (શુક્રવારે) આઈસીસીની સુનાવણીમાં સામેલ થયો. સૂર્યકુમારની સાથે BCCI ના COO અને ક્રિકેટર ઓપરેશન મેનેજર હાજર રહ્યાં હતા. આઈસીસી મેચ રેફરી રિચી રિચર્ડસને સૂર્યકુમાર યાદવને સમજાવ્યો કે તેણે એવી કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ જેને રાજનીતિક પ્રકૃતિની માની શકાય.
શું સૂર્યકુમાર યાદવને સજા મળી?
સૂત્રએ આગળ કહ્યું- સૂર્યકુમાર યાદવને શું સજા મળી છે, તેની માહિતી સામે આવી નથી. આ મામલો લેવલ 1 અંતર્ગત આવે છે, જે હેઠળ સત્તાવાર ચેતવણી આપી શકાય છે કે મેચ ફીના 15 ટકાનો દંડ લગાવી શકાય છે. સૂર્યાએ ખુદને નિર્દોષ ગણાવ્યો અને તેથી સુનાવણી થી. મહત્વનું છે કે 14 સપ્ટેમ્બરે ભારતના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જીતને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. મેચ બાદ બોલતા સૂર્યકુમાર યાદવે કહ્યુ કે ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે એપ્રિલમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ આતંકવાહી હુમલાના પીડિતો સાથે એક થઈને ઉભી છે.
શું હતો મામલો?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "બસ કંઈક કહેવા માંગતો હતો. આ એક ઉત્તમ તક હતી. અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. અમે આ વિજય અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ, જેમણે અદમ્ય હિંમત બતાવી. આશા છે કે, તેઓ અમને પ્રેરણા આપતા રહેશે અને જ્યારે પણ અમને તક મળશે, ત્યારે અમે તેમને મેદાન પર હસવા માટે વધુ કારણો આપીશું." ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે પોતાની એકતા વ્યક્ત કરી. ગૌતમ ગંભીરે ભારતીય સશસ્ત્ર દળોનો ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવા બદલ આભાર પણ માન્યો. ગૌતમ ગંભીરે બ્રોડકાસ્ટર્સને કહ્યું, "એક ટીમ તરીકે, અમે પહેલગામ હુમલાના પીડિતો સાથે એકતા દર્શાવવા માંગીએ છીએ. ઓપરેશન સિંદૂર માટે અમારા સૈનિકોનો આભાર."