)
Asia Cup 2025 : રવિવારે ભારતે એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. અગાઉ જ્યારે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, ત્યારે તેઓએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. તે પછી સુપર 4માં પાકિસ્તાની ખેલાડીઓએ શરમજનક વર્તન કર્યું હતું, બિનજરૂરી રીતે ભારતીય ખેલાડીઓ સાથે ઝઘડા કર્યા હતા. ભારત જીત્યું હતું, જેના પછી સૂર્યકુમાર યાદવ ખુશ દેખાયો હતો. તેણે મેદાન પરના વિવાદને સમજદારીપૂર્વક સંભાળ્યો હતો, પરંતુ હવે તેમણે સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કર્યો છે જેને દર્શકો વિવાદ સાથે જોડી રહ્યા છે. તેણે એક શ્વાન સાથેનો વિડિઓ શેર કર્યો છે.
સૂર્યકુમાર યાદવ ઘણીવાર સોશિયલ મીડિયા પર રમુજી વિડિઓ શેર કરે છે. તે ઘણીવાર ફિલ્મી ડાયલોગ સાથેના વિડિઓ બનાવે છે. પાકિસ્તાન સામે સુપર 4ની શાનદાર જીત પછી તેણે એક રમુજી વિડિઓ શેર કર્યો જેમાં તેની સાથે એક શ્વાન છે. વીડિયોમાં, સૂર્યા કહે છે, "આ શ્વાન બોલે છે, તમે કહો કે આજે શેરબજારમાં શું થયું ?'" શ્વાન તેના પર ભસે છે અને સૂર્યા જવાબ આપે છે, "ભાવ વધી ગયો"
સૂર્યા પછી પૂછે છે, "મને ગુજરાતના કોઈ શહેરનું નામ જણાવ" શ્વાન ફરીથી ભસે છે. સૂર્યા કહે છે, "સાચું બોલ્યો, ભાવનગર." પછી તે પૂછે છે, "મને જણાવ કે કઈ વસ્તુમાં અંતર ના હોવું જોઈએ, ભેદ અને...?" શ્વાન ભસે છે (ભાવ) અને સૂર્યકુમાર યાદવ જવાબ આપે છે, "હા, ભાવ."
Bhow ❌ Bhau ☑️ pic.twitter.com/PzCKii59Za
— Surya Kumar Yadav (@surya_14kumar) September 22, 2025
વીડિયોની ટાઈમિંગને કારણે પાકિસ્તાન સાથે જોડી રહ્યા છે
હવે, લોકો સૂર્યકુમાર યાદવના શ્વાન સાથેના વીડિયોને પાકિસ્તાન સાથે જોડી રહ્યા છે, કારણ કે ભારત અને પાકિસ્તાન બંને મેચોમાં વિવાદ થયો હતો. સુપર ફોરમાં આ ઘટના નોંધપાત્ર રીતે વધી ગઈ. હવે, બંને ટીમો ફાઇનલમાં ફરી ટકરાઈ શકે છે. જો પાકિસ્તાન આજે શ્રીલંકાને હરાવે છે, તો બાંગ્લાદેશ અને ભારત તેની આગામી બંને મેચ જીતે છે, તો એશિયા કપ 2025ની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે.