)
Devisha Shetty Reaction on Dhanshree Verma: ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ આ વર્ષની શરૂઆતમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા લીધા હતા. આ ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી. હવે ફરી એકવાર ધનશ્રી વર્મા ચર્ચા છે. કારણ કે, તાજેતરમાં ધનશ્રીએ 'હ્યુમન્સ ઓફ બોમ્બે' પોડકાસ્ટમાં તેમના તૂટેલા લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. આ પોડકાસ્ટ જોયા પછી ધનશ્રીને ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશા શેટ્ટીનું સમર્થન મળ્યું છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ધનશ્રી માટે એક સ્ટોરી પોસ્ટ કરી.
સૂર્યકુમારની પત્નીએ શું લખ્યું?
ભારતીય ક્રિકેટ ટીમની મેચો દરમિયાન ધનશ્રી અને દેવીશા ઘણીવાર સાથે જોવા મળે છે. તેમની મિત્રતા મેદાનની બહાર પણ ખૂબ જ ગાઢ છે. દેવીશાએ ઇન્સ્ટાગ્રામ પર ધનશ્રીના પોડકાસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે, 'તમારા માટે ખૂબ જ સન્માન અને પ્રેમ.' આ પોસ્ટ ટૂંક સમયમાં રેડિટ પર વાયરલ થઈ ગઈ, જ્યાં ધનશ્રી અને યુઝવેન્દ્રના લગ્ન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ધનશ્રીને સમર્થન કર્યુ, તો કેટલાકે છૂટાછેડા પછી યુઝવેન્દ્રના વર્તનની ટીકા કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, 'સૂર્યકુમારની પત્ની તેના માટે ઉભી છે તે સારું છે. સ્પષ્ટ છે કે તે આપણા બધા કરતાં વધુ જાણે છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'છૂટાછેડા પછી યુઝવેન્દ્ર બાળક જેવું વર્તન કરી રહ્યો હતો... પરંતુ ધનશ્રીએ તેને સારી રીતે સંભાળ્યું.'
છૂટાછેડા પર ધનશ્રીની પહેલું રિએક્શન
આ પોડકાસ્ટ દ્વારા ધનશ્રીએ પહેલીવાર તેમના છૂટાછેડા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. પોડકાસ્ટમાં ધનશ્રીએ તેના છૂટાછેડાના ભાવનાત્મક દર્દ વિશે જણાવ્યું. તેણીએ યાદ કર્યું કે, જે દિવસે તેની કોર્ટ સુનાવણી હતી, તે દિવસે યુઝવેન્દ્રએ પહેરેલી ટી-શર્ટ જોઈને તે ચોંકી ગઈ હતી. તે ટી-શર્ટ પર 'બી યોર ઓન સુગર ડેડી' લખેલું હતું. ધનશ્રીએ કહ્યું કે, 'જ્યારે તે બહાર આવ્યો ત્યારે હું અંદરથી રડી રહી હતી. બાદમાં મેં તે ટી-શર્ટના ફોટા ઓનલાઈન જોયા. આ મારા જીવનની કોઈ નાની ઘટના નહોતી અને લોકો ગમે તેમ કરીને મને દોષિત ઠેરવવાના હતા. તે ક્ષણે મેં મારી જાતને કહ્યું - હવે બધું સમાપ્ત થઈ ગયું છે, હું હવે કેમ રડું.' તેણીએ ચહલના ટી-શર્ટ પર લખેલી લાઇનનો સંદર્ભ આપતા આગળ કહ્યું કે, 'જો તે ફક્ત આટલું જ હોત, તો તે મને વોટ્સએપ કરી દેત.'
'મને વોટ્સએપ કરી દેતા...'
ધનશ્રીએ યુઝવેન્દ્રના આ કામને બાળક જેવું ગણાવ્યું. તેણીએ કહ્યું કે, 'હું મારા પરિવારના મૂલ્યોને બગાડીશ નહીં, ન તો તેમના. સન્માન રહેવું જોઈએ.' પોતાના મૌન વિશે વાત કરતા ધનશ્રીએ કહ્યું કે, 'માત્ર એટલા માટે કે હું કંઈ બોલતી નથી, તેનો અર્થ એ નથી કે લોકો તેનો ફાયદો ઉઠાવે. આ મારું અંગત જીવન છે. કૃપા કરીને હવે આગળ વધો.' તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા, પરંતુ ચાર વર્ષથી વધુ સમય પછી માર્ચ 2025માં તેમના છૂટાછેડા થઈ ગયા.