T-20 World Cup 2021: BCCIને થઈ શકે છે 906 કરોડનું નુકસાન, જાણો શું છે મામલો

આ વર્ષે ભારતે ટી-20 વિશ્વકપની યજમાની કરવાની છે. જો ભારત સરકાર ટેક્સમાં છૂટ નહીં આપે તો આ વિશ્વકપ માટે બીસીસીઆઈએ 906 કરોડ રૂપિયાનો ટેક્સ આપવો પડી શકે છે.   

Updated By: Jan 3, 2021, 07:04 PM IST
T-20 World Cup 2021: BCCIને થઈ શકે છે 906 કરોડનું નુકસાન, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ આ વર્ષે ભારતે ટી-20 વિશ્વકપની યજમાની કરવાની છે. જો ભારત સરકાર ટેક્સમાં છૂટ નહીં આપે તો આ વિશ્વકપ માટે બીસીસીઆઈએ 906 કરોડ રૂપિયાનો ટેક્સ આપવો પડી શકે છે. જો સરકાર થોડી રાહત પણ આવે છે તો ભારતીય બોર્ડે 227 કરોડ રૂપિયા તો આપવા પડશે. 

10 મહિના દૂર છે ટી20 વિશ્વકપ
વિશ્વકપ માત્ર 10 મહિના દૂર છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)ને બેકઅપ તરીકે રાખ્યું છે. બીસીસીઆઈ પહેલાં જ બે ડેડલાઇન 31 ડિસેમ્બર 2019 અને 31 ડિસેમ્બર 2020 મિસ કરી ચુકી છે. હવે તેના પર નિર્ણય લેવાનો દબાવ વધી ગયો છે કે તે ટૂર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે કે નહીં. એક અધિકારીએ કહ્યું કે, નવી ડેડલાઇન ફેબ્રુઆરીની છે. 

ICCએ આપ્યા બે વિકલ્પ
બે ડેડલાઇન મિસ કર્યા બાદ આઈસીસીએ બીસીસીઆઈને બે વિકલ્પ આપ્યા છે જે બીસીસીઆઈ માટે છેલ્લા લાગી રહ્યાં છે. પ્રથમ છે, ટી20 વિશ્વકપ યૂએઈમાં કરાવવામાં આવે અને બીજો તે વાતની ગેરંટી છે કે જો ભારતીય બોર્ડ ટેક્સમાં છૂટ ન લઈ શકે તો તેણે ટેક્સની જવાબદારી ઉઠાવવી પડશે જે ઓછામાં ઓછા 226.58 કરોડ રૂપિયા અને વધુમાં વધુ 906.33 કરોડ રૂપિયા હશે. 

આ પણ વાંચોઃ AUS vs IND: ભારતીય ખેલાડીઓની બાયકોટની ધમકીથી બ્રિસબેન ટેસ્ટ પર સંકટના વાદળ!  

મોદી સરકારે આપી હતી છૂટ
બીસીસીઆઈના સચિવ જય શાહ ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર છે અને કોષાધ્યક્ષ અરૂણ કુમાર ધૂમલ નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ છે. અનુરાગ પૂર્વમાં બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચુક્યા છે. નાણામંત્રાલયે તેના પર નિર્ણય લેવાનો છે. 2011માં મનમોહન સિંહની સરકારે છેલ્લા સમયે ટેક્સમાં છૂટની અપીલને સ્વીકારી લીધી હતી. 2016માં જ્યારે ભારતે ટી20 વિશ્વકપની યજમાની કરી તો મોદી સરકારે માત્ર 10 ટકાની છૂટ આપી હતી અને આ કારણે આઈસીસીએ બીસીસીઆઈના શેરમાં 2.375 ડોલરનો ઘટાડો કર્યો હતો. 24 ડિસેમ્બરે યોજાયેલી બીસીસીઆઈની એજીએમમાં પણ આ ચર્ચા થઈ હતી. 

શું બીસીસીઆઈ આપશે ટેક્સ
એક અધિકારી પ્રમાણે આ બેઠકમાં બે જૂથ થયા જે આ વાત પર એકમત નહતા કે જો સરકાર ટેક્સમાં છૂટ ન આપે તો શું બીસીસીઆઈએ ટેક્સ આપવો જોઈએ. આ મામલા પર 10-15 મિનિટ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ હાઉસે બીસીસીઆઈ અધિકારીઓને આ મામલો જોવાનું કહી દીધું હતું. સવાલ તે છે કે જો સરકાર ટેક્સમાં છૂટ આપે નહીં તો બીસીસીઆઈએ યજમાની છોડી દેવી જોઈએ. કોઈએ કહ્યું કે, આ ઈજ્જતનો સવાલ છે કે ભારતે ટેક્સ આપવો જોઈએ અને વિશ્વકપની યજમાની કરવી જોઈએ. 

આ પણ વાંચોઃ Team India ના ખેલાડીઓએ બીફ અને પોર્ક ખાધું? સોશિયલ મીડિયામાં ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

2023માં ભારતમાં છે વિશ્વકપનું આયોજન
જો સરકાર ના પાડે તો બીસીસીઆઈની વનડે વિશ્વકપ-2023ની યજમાની ખતરામાં પડી શકે છે. તો નિષ્ણાંતોનું કહેવું છે કે જો સરકાર 2021 ટી20 વિશ્વકપ માટે છૂટ ન આપે તેવી સંભાવના ઓછી છે કે તે 2023માં પોતાનો મત બદલે. એક નિષ્ણાંતે કહ્યું, તેથી સવાલ સિમ્પલ છે. જો સરકારે 2016માં ટેક્સમાં છૂટ ન આપી તો તે 2021માં કેમ આપી શકે છે? અને જો તે સંપૂર્ણ છૂટ આપે છે તો તેણે 2016 ટૂર્નામેન્ટ માટે પણ સંપૂર્ણ છૂટ આપવી પડશે. 

બાકી રમતોને પણ આપવી પડશે છૂટ
નિષ્ણાંતે કહ્યું કે, જો સરકાર ક્રિકેટને છૂટ આપે છે તો તેણે બાકી રમતોને પણ આપવી પડશે. ટેક્સનો મુદ્દો તેથી ઉઠ્યો કારણ કે આઈસીસીના મીડિયા રાઇટ્સ સ્ટાર ઈન્ડિયાની પાસે છે જે ભારતની કંપની છે અને બ્રોડકાસ્ટર આઈસીસીને પૈસા આપે છે. જો ભારતીય સરકાર સ્ટાર ઈન્ડિયાને ટેક્સમાં છૂટ નહીં આપે તો પ્રસારણકર્તા આઈસીસીને નક્કી કરેલી પૂરી રકમ આપશે નહીં. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube