T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર સૌથી મોટી ભવિષ્યવાણી, જાણો કઈ ટીમ મારશે T20 વર્લ્ડકપમાં બાજી!

Updated By: Oct 17, 2021, 04:23 PM IST
T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પર સૌથી મોટી ભવિષ્યવાણી, જાણો કઈ ટીમ મારશે T20 વર્લ્ડકપમાં બાજી!

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપની મેચ હવેથી થોડા દિવસો બાદ રમાશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચ જોશે.આ બંને ટીમો માત્ર  ICC ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે અને તેમની મેચ આખી દુનિયા જુએ છે. આ મેચ વિશે એક મોટી આગાહી કરવામાં આવી છે કે કઈ ટીમ આ મેચ જીતવા જઈ રહી છે.

Punjab Kings ની ટીમને છોડશે લોકેશ રાહુલ! ટીમ છોડવાનું અંદરનું કારણ બહાર આવ્યુું ને બધા ચોંકી ગયા!

ભારત અને પાકિસ્તાનમાંથી કોણ જીતશે મેચ?
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકર માને છે કે જ્યારે પણ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવે છે ત્યારે દાવ હંમેશા ઉચો હોય છે.  તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમના ફોર્મ અને વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ટીમ કદાચ તે સ્તરનો પરફોર્મન્સ નહી આપી શકે. અગરકરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, 'જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે આવે છે, ત્યારે દાવ હંમેશા ઉંચો હોય છે. પરંતુ ટીમ ઈન્ડિયાના વર્તમાન ફોર્મને જોતા મને નથી લાગતું કે પાકિસ્તાન વધારે પડકાર રજૂ કરી શકશે. જોકે, આપણે તેમને હળવાશથી લેવાની જરૂર નથી કારણ કે ક્રિકેટ એક મનોરંજક રમત છે અને કોઈપણ ક્ષણે વસ્તુઓ બદલાય છે, ખાસ કરીને ટી 20 ફોર્મેટમાં.

T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ જકાસ ખેલાડી! વિરાટ કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!

2007ની જીતને કરી યાદ:
2007ના ટી 20 વર્લ્ડ કપમાં જ્યારે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, તેમણે કહ્યું હતું કે, “2007 ટી 20 વર્લ્ડ કપની આખી ટૂર્નામેન્ટ અમારા સપનાનો પ્રવાસ હતો. અમે વિચાર્યું ન હતું કે યુવાઓની આ ટીમ પાકિસ્તાન સામે પણ તે સિદ્ધિ હાંસલ કરી શકે છે. મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા લાગણીઓની લહેર લાવે છે અને તે વિશ્વકપની સૌથી અપેક્ષિત મેચોમાંની એક છે.

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

24 ઓક્ટોબરે ઘમાસાણ:
ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ સૌથી મોટા દુશ્મન પાકિસ્તાની ટીમ સામે થવાની છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને હરાવીને આ મેચ જીતવા ઈચ્છશે. તમને જણાવી દઈએ કે આજ સુધી પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપની મેચોમાં ભારતને ક્યારેય હરાવી શકી નથી.

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

પાકિસ્તાન આજ સુધી નથી જીત્યુ:
ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચ રમાઈ છે, જેમાં આજ સુધી પાકિસ્તાન ભારત તરફથી જીત્યું નથી. 24 ઓક્ટોબરે બંને ટીમો બે વર્ષ બાદ એકબીજા સામે ટકરાશે. છેલ્લી વખત 2019 માં વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વનડે વર્લ્ડ કપમાં પણ ભારતની ધાર પાકિસ્તાન પર ભારે રહી છે. આજ સુધી પાકિસ્તાન ભારત તરફથી 7 મેચમાં જીત્યું નથી.

Ranveer સામે કપડા કાઢીને ઉભેલી આ યુવતી કોણ છે? Deepika ને છોડી રણવીર કોને લઈને બેઠો છે? જુઓ Photos

લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!

T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયું!

ચીનમાં પણ છે પાણીમાં ગરકાવ થયેલી ઐતિહાસિક 'દ્વારકા નગરી' તસવીરો જોઈને ચોંકી જશો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube