T20 WC Final: ટીમ ઈન્ડિયા માટે 'નાસૂર' બન્યા આ 3 ખેલાડી! ફાઈનલમાં કિવીઓ સામે ગરબા ઘરે લાવી દેશે? જાણો કોણ છે બેસ્ટ ઓપ્શન
T20 World Cup 2026: ટીમ ઈન્ડિયાએ ટી 20 વિશ્વકપમાં ફાયનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે ગુરૂવારે બીજી સેમીફાયનલમાં ઈગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે આ ચોથીવાર અને સતત બીજીવાર ફાયનલની ટીકિટ મેળવી છે પણ ટીમની ભલાઈ માટે નાસૂર બનેલા આ 3 ખેલાડીઓને બદલવા ટીમ માટે અતિ જરૂરી બની ગયા છે.
- ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓનું ખરાબ ફોર્મ ભારતને ડુબાડી શકે છે
- ભારતની જીત આડે આ 3 ફ્લોપ ખેલાડીઓનો અવરોધ!
- ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવા માટે આ 3 ખેલાડીઓની રજા આપવી અનિવાર્ય
Trending Photos
)
T20 World Cup 2026: ટીમ ઈન્ડિયા વિશ્વકપની ફાયનલ આવતીકાલે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ માટે તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. ભારતીય ટીમે ભલે ફાયનલમાં જગ્યા તો બનાવી લીધી છે પણ હાલમાં ભારતના 3 ખેલાડીઓ માથાનો દુખાવો બની રહ્યાં છે. જેમાં અભિષેક શર્મા, વરૂણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યાં છે. આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની ફાયનલમાં પણ ન ચાલ્યા તો ભારતના ગરબા ઘરે લાવી શકે છે. ભારત આ ખેલાડીઓ પર ચાન્સ લગાવી રહ્યું છે પણ આ નુક્સાન પણ કરી શકે છે.
1. વરૂણ ચક્રવર્તી:
સેમી ફાયનલની મેચ ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. 4 ઓવરના સ્પેલમાં ચક્રવર્તીએ 64 રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની કરો યા મરોની મેચમાં પણ વરૂણ ચક્રવર્તી પોતાનો જાદુ વિખેરવામાં નિષ્ફળ રહ્યો હતો. વરૂણે 4 ઓવરમાં 40 રન આપીને ફક્ત એક વિકેટ મેળવી હતી. સાઉથ આફ્રીકાની ટીમે પણ વરૂણના 4 ઓવરના સ્પેલમાં 47 રન બનાવ્યા હતા. ચક્રવર્તી માટે છેલ્લી કેટલીક મેચો ખરાબ સ્વપ્ન સમાન બની રહી છે. દરેક મેચમાં બેટરોએ ધનાધન ધોલાઈ કરી છે. વરૂણ મોટી મેચમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. વરૂણ ચક્રવર્તીની જગ્યાએ ફાયનલમાં કુલદીપ યાદવ એ બહેતર વિકલ્પ સાબિત થઈ શકે છે.
2. અભિષેક શર્મા:
અભિષેક શર્મા માટે આખો વિશ્વકપ ખરાબ સપનાં સમાન રહ્યો છે. 7 મેચોમાં શર્માએ અત્યારસુધીમાં 89 રન બનાવ્યા છે. હવે આ ખેલાડીને ઓપનર તરીકે કેમ ચાન્સ અપાઈ રહ્યો છે એ સવાલો થઈ રહ્યાં છે. ગ્રૂપ સ્ટેજની મેચોમાં તો શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. સુપર 8 રાઉન્ડમાં આફ્રીકા સામે અભિષેક શર્માએ 15 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે સામે શર્માએ 30 બોલમાં 55 રનની દમદાર પારી રમી હતી. ભારતને લાગ્યું હતું કે શર્મા ફરી રંગમાં આવી જશે પણ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે અભિષેક શર્માની બેટીંગ નિરસ રહી છે. અભિષેક શર્માની જગ્યા પર રિન્કુ સિંહ એ એક બહેતર વિકલ્પ સાબિત થઈ શકે છે. શર્માને ચાન્સ આપવા છતાં તે ફોર્મમાં ન હોવાથી ભારત માટે આ નુક્સાનનો સોદો સાબિત થઈ રહ્યો છે.
3. અર્શદીપસિંહ:
ભારતનો આ સ્ટાર બોલર પણ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. ફાયનલ પહેલાં એને ટીમમાં લેવો કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે. અર્શદીપ સિંહે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પણ આ બોલરે એક પણ વિકેટ વિના 43 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયા વિશ્વ કપમાં 5 મુખ્ય બોલરો સાથે મેદાનમાં ઉતરી રહી છે. આ જ કારણ છે કે અર્શદીપસિંહની ખરાબ ગેમ ભારતના ગણિત બગાડી શકે છે. અર્શદીપસિંહની જગ્યાએ ભારત ફાયનલમાં સિરાજને લઈ શકે છે. મોહમંદ સિરાજ ભારત માટે બહેતર વિકલ્પ સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












